વાવના વાંઢીયાવાસની ગોળાઈમાં કેમીકલ ભરેલું ટેન્કર પલટયું

વાવ : ગત તા.૧પ-૯-ર૦૧૯ ના રોજ કંડલાથી કેમીકલ ભરીને આવી રહેલી ટેન્કરની વાવથી ર કી.મી.ના અંતરે થરાદ રોડ પરના વાંઢીયાવાસની ગોળાઈ ઉપર નીલગાય વચ્ચે આવી જતાં વહેલી સવારે ૬ વાગે કેમીકલ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં વાવ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જા કે ટેન્કરમાં બેઠેલા કલીનરનું ગાડીમાંથી પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે ડ્રાયવર આદુરામ રહે. બાડમેર-રાજસ્થાનને મામુલી ઈજાઓ થતાં થરાદ ખાતેની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જયારે મૃતક કલીનરને થરાદ ખાતેની હોસ્પીટલમાં પી. એમ.અર્થે ખસેડાયો હતો. વાવ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.