ડીસામાં બટાકાના વાવેતર સમયે જ કમોસમી વરસાદથી બિયારણ બગડી જતા ખેડૂતોને નુકશાન

ડીસા
સમગ્ર રાજ્યમાં સતત કમોસમી વરસાદના પગલે ખેતી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ધરતીપુત્રોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા તેમની હાલત કફોડી બની છે.તેમાંય બટાકા  નગરી તરીકે દેશભરમાં ખ્યાતિ પામેલ ડિસામાં દિવાળી બાદ મોટાપાયે બટાકાનું વાવેતર થાય છે.જો કે આ વર્ષે ચોમાસાની વિદાય થયા બાદ પણ સતત વરસાદ પડી રહ્યો છે.તેમાંય ડીસામાં ખેડૂતો લાભપંચમ બાદ બટાકાના વાવેતરના શ્રીગણેશ કરતા હોય છે. તેમ ખેડૂતોએ પંજાબથી મોંઘા ભાવના બિયારણ લાવી તેના વાવેતરની શરૂઆત કરવાની તૈયારીમાં હતા. તેવા સમયે જ સમગ્ર ડીસા તાલુકામાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ  હતી.સતત વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા બિયારણ માટે લાવેલ  બટાકા માં ફૂગ લાગી જવા પામી હતી.જ્યારે ખાતર બગડી ગયું હતું. આ ઉપરાંત ખેતરમાં વાવી દીધેલ તમામ બિયારણ પણ પાણી ભરાવાના કારણે બગડી જવા પામ્યુ હતું.ડીસા નજીક આવેલા કાટ ,રાણપુર ,વાસણા અને જુનાડીસા સહિતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.