પોલીસ કર્મીઓની કારને બ્લેક ફિલમ સામે સાબરકાંઠા પોલીસના આંખ આડે કાન

 
 
 
                             કાયદાનું પાલન કરાવતી પોલીસ જ ખુદ કાયદાનો ભંગ કરી રહી છે ત્યારે પોલિસ ના ઉચ્ચ અધિકારીઓ આંખ આડે કાન કરી રહ્યા છે.એક તરફ સુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર કાર માં લગાવેલ બ્લેક ફિલમ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસ ના અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ ની કાર ને  બ્લેક ફિલમ ની પરમીટ હોય એવું લાગી રહ્યું છે.તાજેતરમા હિંમતનગર ના સહકારી જિન ચાર રસ્તા નજીક એક પોલીસ કર્મચારી નશામાં ધૂત હતો અને સ્થાનિકો એ પોલીસ હવાલે કર્યો હતો એક તરફ દારૂ બંધી ની કડક અમલવારી કરાવતી પોલીસ જ નશાની હાલત માં હોય   તો કાયદાનો અમલ કોણ કરાવશે ની વાતો વચ્ચે શહેર માં ટ્રાફિક સમસ્યા, બાઇક ચોરી,ટ્રાફિક નિયમો નું પાલન કરાવવા માં પોલીસ નિષ્ફળ રહી છે તો એક તરફ લોકો ની એક ભૂલ ના કારણે પોલીસ પાસે લોકો દંડાઈ રહ્યા છે તો બીજી તરફ પોલીસ ના અધિકારીઓ અને પોલોસકર્મી ને જાણે કે કાયદાનો કોઈ ડર ના હોય એમ આપખુદ શાહી ચલાવી રહ્યા છે.વાત જાણે એમ છે કે શહેર ના રોડ પર અવર જવર કરતા વાહનો પૈકી ના બ્લેક ફિલમ વાળી કાર ને પોલીસ દંડ કરી ને કાર ડિટેન કરવા સુધી નો કાર્યવાહી કરાઈ રહી છે પરંતુ પોલીસ કર્મી ની કાર ની બ્લેકફિલમ ક્યારે ઉતરશે એ એક મોટો સવાલ છે .કાયદાનું પાલન કરવાનાર પોલીસ ખુદ કાયદા ભંગ કરતી હોય તો એમના પર એક્શન કોણ લેશે એ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.હવે જોવું એ રહ્યું કે સાબરકાંઠા જિલ્લાના નીડર અને નિષ્પક્ષ જિલ્લા પોલોસ વડા આપખુદ શાહી ચલાવતા પોલીસ કર્મચારીઓ ની કાર ના બ્લેક ફિલમ ઉતારશે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું......
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.