02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / દેશી વિરપ્પનોના આતંકથી ર૦ વર્ષમાં જ ડીસા પંથક ઉજ્જડ...!

દેશી વિરપ્પનોના આતંકથી ર૦ વર્ષમાં જ ડીસા પંથક ઉજ્જડ...!   14/08/2019

ડીસા : 'ગ્લોબલ ર્વોમિંગ' માં સપડાયેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્‌યો છે તેથી એકમાત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લાનું અર્થતંત્ર હચમચી ઉઠ્‌યું છે તેમછતાં વન વિભાગની રહેમ નજર હેઠળ પ્રદૂષણની સાથે સાથે વૃક્ષ છેદનની આત્મઘાતી કુપ્રવૃત્તિ નિરંતર ચાલુ છે વૃક્ષા રોપણના તાયફા કરતા વધુ વૃક્ષોની કતલ થઈ રહી છે તેમાં પણ હરિયાળી નિહાળીને અંગ્રેજોએ બનાસ નદીના કિનારે વસાવેલ ડીસા સહિતનો પંથક વેરાન અને ઉજ્જડ બની સિમેન્ટ કાન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહ્યો છે.
સમગ્ર વિશ્વ પર અત્યારે સહુથી મોટુ કોઈ સંકટ હોય તો તે છે ત્રીજું વિશ્વ યુધ્ધ, આતંકવાદ  નહિ પરંતુ  આ બંને કરતાં પણ ખતરનાક સંકટ છે ગ્લોબલ ર્વોમિંગ... ગ્લોબલ ર્વોમિંગ માટે અનેક કારણો જવાબદાર છે.. પરંતુ સહુથી મોટું કોઈ કારણ હોય તો તે છે  જંગલોનો થઈ રહેલો નાશ... પૃથ્વી પર જેટલી ઝડપથી જંગલોનો નાશ થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતા જનક બાબત છે.. દર વર્ષે ૫ જૂનના આપણે સહુ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ.. પરંતુ પર્યાવરણને બચાવવા માટેની જવાબદારી જેના પર છે  તેવા સરકારી વન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેની પશુ પ્રાણી અને માનવ જાત ઉપર માંથી અસરો વર્તાવા લાગી છે ત્યારે "રખેવાળ" દૈનિક  દ્વારા  સરકારની આંખો ખોલવા માટે ડીસા સહિત જીલ્લામાં આડેધડ રીતે થઈ રહેલી વૃક્ષ છેદનની પ્રવૃતિ અટકાવવા અભિયાન હાથ ધરાયુ છે પરંતુ જેની જવાબદારી છે તે તંત્ર મુક  બની તમાશો જોઈ રહ્યું છે ડીસા ના રેલવેસ્ટેશન નજીક વહેલી પરોઢના  અંધકારમાં ગ્રામ્ય વિસ્તારો માંથી લીલાછમ લીમડા, પીપળ, વડ, આંબો સહિતના પ્રકૃતિને ઉપયોગી એવા વૃક્ષોનું આડેધડ કટિંગ કરી તેનું લાકડું ટ્રેકટર અને ઉન્ટલારી મારફત  સો મિલોમાં ઠલવાય છે અને કહેવાતા સો મિલ માલિકો પાણીના મૂલે આવા  વૃક્ષોની હરાજી કરી ખરીદતા હોય છે  અને લાવનારને માત્ર નજીવી રકમ આપે છે. છેલ્લા લાંબા સમયથી બેરોકટોક ચાલતી આ વૃક્ષ છેદનની પ્રવુતિને કોઈ જ કાયદો નડતો નથી સરકારના પરિપત્રની આડસ માં  ખેડૂતના  નામે કપાતા વૃક્ષ થી સમગ્ર  જિલ્લામાંથી  ગ્રીન  આવરણ નામસેસ થઈ ગયું છે  આ મામલે  વન વિભાગને પૂછતા તેમણે પણ કહ્યું કે  સરકારનો પરિપત્ર છે કે ખેડૂત પોતાના ખેતરમાંથી નડતર રૂપ વૃક્ષ કાપી શકે  તેમ કહિ પોતાની જવાબદારીમાંથી છટકવાનો  પ્રયાસ કર્યો હતો ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં પણ સવાલ ઉઠ્‌યો છે કે આખરે આ જવાબદારી કોની??? જોકે પર્યાવરણની જાળવણી આપણાં સૌની  નૈતિક ફરજ છે જો આપણે સૌ આજે નહિ જાગીએ તો કાલે મોડું થઈ જશે અને કદાચ આવનારી પેઢી ઋષિ સમાન અમૂલ્ય એવા વૃક્ષને માત્ર પુસ્તકોમાં જ  જોઈ શકશે  ડીસા તાલુકા માં થઈ રહેલા આડેધડ વૃક્ષના કટીંગને લઈ પર્યાવરણ  સમતુલા પણ જોખમાઇ છે  છેલ્લા   દાયકા દરમિયાન સેટેલાઇટ થી લીધેલી તસવીરો  દ્વારા સાબિત થઈ ગયું છે કે આ જિલ્લો  આગામી સમયમાં ઉજ્જડ રણ વિસ્તાર માં ફેરવાઈ  જશે તે નક્કી છે. ત્યારે જિલ્લા સમાહર્તા ઘટતાં પગલાં ભરે તે સમયનો તકાજો છે.

Tags :