02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / દાંતાના જલાણા ગામના તળાવમાં 2 પિતરાઈ બહેનોના ડૂબી જતાં મોત

દાંતાના જલાણા ગામના તળાવમાં 2 પિતરાઈ બહેનોના ડૂબી જતાં મોત   14/08/2019

દાંતા તાલુકાના માંકડી ગામ પાસે આવેલા જલાણા ગામમાં બન્યો હતો. જેમાં ઘર પાસે આવેલા તળાવમાં નાહવા જતી 2 પિતરાઈ બહેનોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધી બંને બહેનોના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.
અંબાજીથી હડાદ પાસેના માંકડી ગામ નજીક આવેલા જલાણા ગામમાં માત્ર 7 વર્ષની બે નાની બાળાઓ પોતાના ઘર પાસે રમતી રમતી તળાવમાં નાહવા ગઈ હતી. પરંતુ પાણી ઊંડું હોવાથી બે બાળાઓ ડૂબવા લાગી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા પણ ત્યાં સુધીમાં બંનેના પાણીમાં ડૂબવાથી બંનેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. સજનાબેન લેબા ભાઈ ગમાર , ઉંમર 7 વર્ષ અને આરતીબેન સવજીભાઈ ગમાર, ઉંમર 7 વર્ષ આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હડાદ પોલીસ ચલાવી રહી છે.ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે વરસાદને પગલે ગામડાંના તળાવોમાં પાણી ભરાયા છે. જેને પગલે અબાલ વૃદ્ધ સૌ કોઈ તળાવોમાં નાહવા જાય છે. પરંતુ ત્યારે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવાય તો મોટી દુર્ઘટના બને છે. આવો જ એક ગંભીર બનાવ જલાણા ગામમાં બન્યો હતો. દુર્ઘટના બની તે તળાવ નાના ખાદરાના નામથી ઓળખાય છે.

Tags :