02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Patan / ચાણસ્મા અને બહુચરાજી તાલુકાના અનેક ખેડૂતો સહાયથી વંચિત

ચાણસ્મા અને બહુચરાજી તાલુકાના અનેક ખેડૂતો સહાયથી વંચિત   25/07/2019

ચાણસ્મા : રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને તાડપત્રી દવાનો પંપ તેમજ ખેતીનાં ઓજારો ખરીદવા ઓનલાઈન અરજીઓ માગવામાં આવી હતી. જેના પગલે ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં માત્ર એક વખત ડ્રો કરી તાડપત્રી દવાના પંપનું વિતરણ થયા બાદ બાકીની અરજીઓ અધ્ધરતાલ હોઈ આ પંથકના ખેડૂતોમાં નિરાશા સાથે રોષની લાગણી ફેલાઈ છે.
ગત મે ર૦૧૯ દરમિયાન જીલ્લા પશુપાલન વિભાગ દ્વારા પચાસ ટકા સબસીડી થી સહાય માટેની ઓનલાઈન અરજીઓ માગવામાં આવી હતી. જેમાં ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની માગણી અરજીઓ મુકી હતી. જાણવા મળે છે તે મુજબ ચાણસ્મા તાલુકામાં આવેલ અરજીઓ  પૈકી કોમ્પ્યુટર પધ્ધતીથી પ્રથમ ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  માત્ર પચીસ ટકા જ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો હતો. જ્યારે લાભા થી વંચીત અન્ય લાભાર્થીઓ બીજા ડ્રો ની રાહ જોઈ રહ્યા છે.બહુચરાજી તાલુકામાં આવેલ અરજીઓના નિકાલ માટે એક પણ અરજીનો નિકાલ હજુ સુધી કરવામાં આવ્યો નથી. અને આ લાભાર્થીઓ માટે કયારે ડ્રો યોજાશે તે માટે તંત્ર ખુલીને બોલવા તૈયાર નથી. રોજબરોજ લાભાર્થીઓ કચેરીના ચક્કર કાપી રહ્યા છે. અને અરજીઓનો નિકાલ ન થતાં બંને તાલુકાના લાભાર્થીઓમાં કૃષિ વિભાગ  સામે આંગળી ચીધાઈ રહી છે. સરકાર ખેડૂત લક્ષી યોજનાઓની જાહેરાત કરે છે. પરંતુ આ બંને તાલુકાના ખેડૂતો સરકારની લોભામણી જાહેરાતથી  છેતરાઈ રહ્યા હોવાનું અનુભવ કરી રહ્યા છે.
ગ્રાન્ટના અભાવે ખેડૂતો માટેની યોજના ખોરંભે પડી.આ અંગે પાટણ અને મહેસાણા જીલ્લાના કૃષિ વિભાગનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતુ કે ખેડૂતોને આપવા માટેની વિવિધ વસ્તુઓનો હાજર સ્ટોક છે. પરંતુ  આ માટેની  સબસીડીની રકમ(ગ્રાન્ટ) જીલ્લામાં જમા ન હોવાને કારણે ખેડૂતો સુધી આ લાભ પહોચાડવા અસમર્થતા બતાવી હતી. ગ્રાન્ટ આવેથી વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Tags :