02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ભૂચરમોરીના મેદાનમાં શૌર્ય પ્રદર્શન : બે હજાર જેટલી ક્ષત્રાણીઓએ તલવારબાજી કરી

ભૂચરમોરીના મેદાનમાં શૌર્ય પ્રદર્શન : બે હજાર જેટલી ક્ષત્રાણીઓએ તલવારબાજી કરી   25/08/2019

 થરા/કંબોઈ : ગુજરાતનુ ઐતિહાસિક સ્થળ જામનગર જીલ્લાના ધ્રોલથી આશરે ૨ કી.મી.દુર ભુચર મોરીના મેદાનમાં આશરે ૧૫૯૧ની સાલમાં અઝિઝકોકા અને મોગલ સેનાની વચ્ચે યુધ્ધ ખેલાયુ હતુ. આ યુધ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટુ યુધ્ધ ગણાય છે. આ યુધ્ધ ગુજરાત સલતાનના છેલ્લા સુલતાન મુઝ્ઝફર શાહને બચાવવા માટે લડાયુ હતુ. ભુચરમોરીના આ યુધ્ધના મેદાનમાં અંદાજીત ૩૦,૦૦૦ જેટલા રાજપુતોએ પોતાની શહિદી વહોરી બલિદાન આપ્યા હતા.આ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઓળખાય છે. દર વર્ષે ભુચરમોરીના યુધ્ધની યાદમા મેળો ભરાય છે. ભુચરમોરી ધ્રોલનો ઉચ્ચપ્રદેશ અને ઐતિહાસિક સ્થળ છે. યુધ્ધના સુચક સમાન અહીંયા પક્ષીઓના અવાજ પણ અપશુકન જેવા સંભળાયા હોવાનુ મનાય છે. ભુચરમોરી યુધ્ધ અને તેને સમર્પિત સ્મારકનુ સ્થળ છે.હાલે આ સ્થળે શહિદોના પાળીયા પણ મૌજુદ છે. આ ભુચરમોરીના શહિદવિરોને અનોખી રીતે શ્રધ્ધાજલી આપવા માટે ગુજરાતની ૨૦૦૦ થી વધારે જયારે ઉતર ગુજરાતમાંથી બનાસકાંઠા, પાટણ તેમજ કાંકરેજ તાલુકાની ૪૪ જેટલી બહેનો આ ઐતિહાસિક ધટનાની સાક્ષી બની હતી. આ ક્ષત્રિય સમાજની રાજપુતાણી ઓએ પોતાના પારંપારીક પહેરવેશમાં સુસજજ થઇ  પોતાના કાંડાનુ કૌવત બતાવવા હાથમાં તલવાર લઇ વિરોના બલિદાનની શૌર્યતાના ગીતો અને સંગીત સાથે પુર્વસેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી.કે.સિહ તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના ખ્યાતનામ રાજકીય તેમજ સામાજીક આગેવાનોની હાજરીમાં ગુજરાતની ૨૦૦૦ થી વધુ રાજપુત બહેનોને પોતાના કલાના કામણ પાથરી જયભવાનીનુ નામ લઇ તલવારબાજી કરી હતી.છેલ્લા કેટલાય સમયથી આ બહેનો અદભુત નજારાની રાહ જોઇ રહી હતી.તા?લીમ કરતી હતી.એ આજે પુરી કરી હતી.આજના દિવસે દેશના રાજા રજવાડાના સુવર્ણયુગના ઇતિહાસની યાદ તાજી કરી શહીદ થનાર વિર યોધ્ધાઓને સાચા અર્થમાં શ્રધ્ધાસુમન અર્પણ કરી ગિનિઝબુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં નામ નોધાયુ હતુ.મહીલા સશકિતકરણના સાચા અર્થમા દર્શન થયા હતા.

Tags :