માઉન્ટ આબુ નજીક રાજકોટના પ્રવાસીઓની મિનિ બસને નડ્યો અકસ્માત : 15 લોકો ઘાયલ

રાજકોટથી માઉન્ટ આબુ ફરવા ગયેલા મુસાફરો મીની બસ પરત ફરતી વખતે છિપાવેરી પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં બેઠેલા 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા.રાજકોટથી પર્યટક ભરીને ફરવા નીકળેલી મીની બસ શનિવારની મોડી સાંજે માઉન્ટ આબુથી પરત ફરતી વખતે છિપાવેરિ પાસે પલટી ગઈ હતી. જેમાં 15 જેટલા મુસાફરો ને ઇજા થતાં નજીકની હેસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટિમ સહિત સેવા ભાવિ સંસ્થાઓ મદદ માટે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.