મોઢેરા સૂર્યમંદિરે બે દિવસીય ઉતરાર્ધ મહોત્સવનું આયોજન

 
 
 
 
                         ઐતિહાસિક ધામ મોઢેરા ખાતે આગામી ર અને ૩ ફેબ્રુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા થઈ રહ્યું છે ત્યારે સૂર્યમંદિરના પ્રવેશદ્વાર આગળ જ હાલમાં મરામતની કામગીરીના ભાગરૂપે મેટલ, રેતી અને સિમેન્ટના ઢગ ખડકાયા છે ત્યારે તે કામ ક્યારે પૂર્ણ થશે તેનું કંઈ જ નક્કી નથી. જ્યારે બીજીબાજુ સૂર્યમંદિરના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ પાસેથી પ્રવેશ ફી તેમજ વાહન પા‹કગના નામે ભાડુ ઉઘરાવાથી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક થાય છે તેમ છતાં હજુ સુધી પા‹કગ કે પ્રવાસીઓ માટે પાયાની કોઈ જ સુવિધા પ્રાપ્ત ન થતાં લોકોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે.
મોઢેરા ખાતે સૂર્યમંદિર આવેલું છે, જેની શિલ્પ-સ્થાપત્યકલા અજાડ ગણાય છે. જ્યાં રોજબરોજ દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. તમામ પ્રવાસીઓ પાસેથી સૂર્યમંદિરમાં પ્રવેશ માટે ફી વસુલાય છે પરંતુ આજે પણ પ્રવાસીઓ માટે વિસામો, જાહેર શૌચાલય, પીકઅપ સ્ટેન્ડ, એસ.ટી.સમયપત્રક, પીવાના પાણીની વ્યવસ્થા, વિશ્રાંતિગૃહ જેવી એકપણ પાયાની સુવિધા પૂરી પાડવામાં આવી નથી. અહીં પ્રવાસે આવતા વાહન ચાલકો પાસેથી પા‹કગ ચાર્જ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા વસુલાય છે તેમ છતાં વાહન પા‹કગ માટે વ્યવસ્થા પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. ગુજરાત પ્રવાસન અને પુરાતત્વ વિભાગ દ્વારા લાખોના ખર્ચે તોરણ કાફેટેરિયા બનાવવામાં આવ્યું છે. આજે તેને પાંચેક વર્ષના વ્હાણાં વીતી ગયાં છતાં હજુ તેને શરૂ કરવામાં આવ્યું નથી. આ જગ્યાની સાફ સફાઈ થતી ન હોવાના કારણે ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફૈલાયુ છે. પ્રવાસીઓ માટે ચા-પાણી કે જમવાની અને રાત્રિ રોકાણ સહિતની કોઈપણ સુવિધા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી અને અહીં આ જગ્યા ઉપર અસામાજિક તત્વોએ તેમનો કબજા જમાવી દીધો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.