પાલનપુરના કૃષ્ણનગરમાં ચોરી કરવા જતો યુવક ઝડપાયો, ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો

પાલનપુરના અમદાવાદ હાઇવે પર  આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં ચોરી કરતો એક પરપ્રાંતિય યુવક ઝડપાઈ ગયો હતો. જોકે, ચોરી કરવા જતા ઝડપાયેલો યુવક ઇજાગ્રસ્ત હોઈ પોલીસે તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
 
પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુરના અમદાવાદ હાઇવે પર સીએનજી પંપ પાછળ આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં ગત રાત્રે ચોરી કરવા આવેલો ૨૮ વર્ષીય યુવક ઝડપાઇ ગયો હતો. કહેવાય છે કે, લોકોએ ચોરી કરતા પકડાયેલા યુવકને મેથીપાક આપતા તેને ઇજા થઇ હતી. 
 
દરમિયાન, પોલીસે ચોરી કરતા ઝડપાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાના જીરાબ ગામના વિક્રમસિંઘ બાબુદાનસિંઘ સોઢા નામના યુવકને ડાબા હાથના ભાગે ઇજા થતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.