ડીસા નજીકથી દારૂ ભરેલી વૈભવી કાર ઝડપાઈ

 
 
ડીસા : બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના નરેશભાઈ, કુલદીપસિંહ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, મીલનદાસ નિકુલસિંહ, મોહસીનખાન, પ્રવિણભાઇની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.તે દરમ્યાન બાતમી હકીકત આધારે આખોલ ચોકડી ગાડી  નં. GJ-8-AC- 7806 ને ઝડપી લીધી હતી.  જે ગાડીમાં જોતા વિદેશીદારૂ/બીયર ટીનની કુલ બોટલ નંગ-૪૫૬ કી.રૂ ૪૫,૬૦૦ તથા મોબાઈલ નગ.૧. કિ. રૂ.૫૦૦ તથા ગાડી કિ.રૂ. ૧૦૦૦૦૦એમ કુલ મુદામાલ કિ.રૂ.૧, ૪૬, ૧૦૦ મળી આવેલ. પ્રવિણસિંહ  બાબુસિંહ (દેવલ) રાજપુત રહે.તાવીદર તા.રાની વાડા જી.જાલોર (રાજ.), શ્રવણસિંહ કલ્યાણસિંહ રાજપુત રહે.રામસીન તા.જસવંતપુરા જી.જાલોર (રાજ)ને ઝડપી લીધા હતા.જ્યારે ગાડીનો માલીક પ્રભુભારથી ગૌસ્વામી રહે.ગોલ વાડા તા.રાનીવાડા (રાજ) વાળો નંબર વગરના પલ્સર મો.સા ઉપર પાયલોટીંગ કરી નાસી જઇ ગયો હતો તથા ગાડીને ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો કરેલ હોઈ જેઓની સામે ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ તથા ઇ.પી.કો.ક.૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧,૪૮૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.