મોડાસા જીઆઇડીસીમાં બિસ્કિટની ફેકટરીમાં ભીષણ આગ : 50 કરોડના નુકસાનનો અંદાજ

મોડાસાની જીઆઈડીસીમાં આવેલ બેકવેલ બિસ્કિટમાં રાત્રીના સુમારે એકાએક ભયાનક આગ લાગી હતી.જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બેકવેલ બિસ્કિટની આખી ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.
આ બેકવેલ બિસ્કિટએ અરવલ્લી જિલ્લામાં આવેલી મોટામાં મોટી ફેકટરી છે. આ ફેકટરીમાંથી બિસ્કિટ બનાવીને વિદેશમાં એક્સપર્ટ કરવામાં આવતા હતા.આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરના 3 ફાઈટરો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.જ્યારે આગની તીવ્રતા જોઈને ઝોન મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં હિંમતનગર ,ઇડર,બાયડના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી.બીજી બાજુ આગમાં આ ફેકટરીમાં એક અંદાજ પ્રમાણે 100 કરોડથી વધુના નુકશાનનો અંદાજો લગાવાઇ રહ્યો છે.મોડાસા નગર પાલિકા પાસેના ફાયર ફાઈટરો વર્ષો જુના હોવાને કારણે એક ફાયર ફાઈટર ખરા સમયે જ ખોટકાયું હતું ત્યારે આટલા મોટા જીલ્લામાં માત્ર મોડાસા નગર પાલિકા પાસે ગણતરીના વર્ષો જુના બે ફાયર ફાઈટરો છે ત્યારે સમયની સાથે આ ફાયર ફાઈટર અપડેટ કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું હતું.
ત્રણ કલાકની જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો.સદનસીબે આગમાં કોઈ જાન હાની થઇ નથી. પરંતુ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસો કરાઈ રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.