ઇડર તાલુકા કોંગ્રેસની જન મિત્ર બનાવવા મિટિંગમાં જૂથવાદ ચરમસીમાએ

 
 
                   ઈડર તાલુકા કોંગ્રેસનું તંત્ર દિવસે દિવસે ખાડે જઇ રહ્યું છે. કોંગ્રેસમાં રીતસર બે ભાગ પડી ગયા. કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે તેમનીજ મીટીંગોમાં બહાર આવી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડર વિધાનસભામાં કોંગ્રેસ જીતી શકી નથી. આવનારી લોકસભા જીતવા કમર કસી રહ્યા છે પરંતુ અંદર અંદરના વિખવાદને લઇ જીતી શકતા નથી. આજ રોજ પ્રદેશ સમિતિના આદેશ અનુસાર ઇડર તાલુકા  કાંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મિટિંગમાં પેજ  પ્રભારી, જન મિત્ર, શક્તિ પ્રોજેક્ટ અને ધન સંચયના કાર્યક્રમની વિતૃત ચર્ચા કરવામાં આવી. જેમાં ઇડર વિધાનસભા નિરીક્ષક અને પૂર્વ ધારાસભ્ય માણસા બાબુજી ઠાકોર, પ્રદેશ મંત્રી હસમુખભાઈ જાની અને જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન, જિલ્લા કારોબારી અધ્યક્ષ નંદુભાઈ પટેલ, તાલુકા સમિતિના પ્રમુખ દીવાનજી ઠાકોર, તાલુકા ઉપપ્રમુખ બદાજી વણજાર, યુથ કોંગ્રેસ પ્રમુખ કિરીતસિંહ, શહેર પ્રમુખ જગદીશ ભાઈ સોની, વિરોધ પક્ષના નેતા ઇડરીશભાઈ સોશિયલ મીડિયાના પ્રમુખ સૌરભભાઈ પટેલ, છૈષ્ઠષ્ઠ ડેલીગેટ અનિલભાઈ પંડ્‌યા, કપિલાબેન તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જેવી મીટિંગ કે તરત જ કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરતા નિરીક્ષકો પણ વિચારમાં પડી ગયા હતા. કોંગ્રેસનું એક જૂથ મિટિંગમાં આવે તો બીજું જૂથ આવતું નથી. કોંગ્રેસના પાયાના કાર્યકરોની અવગણના કારવામાં આવી       રહી છે. 
બસ માત્ર કેટલાક કાર્યકર્તા દ્વારા જ કોંગ્રેસનો ઠેકો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. નવા આગેવાનોને તક આપવામો આવતી નથી. આજની મિટિંગમાં નિરીક્ષકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.