શંખેશ્વરના મંકોડિયા ગામમાં પીવાના પાણીની પરિસ્થિતીનો જિલ્લા કલેક્ટરે તાગ મેળવ્યો

પાટણ ગયા વર્ષના નહિવત વરસાદના કારણે આ વર્ષે પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને પીવાના પાણી તેમજ પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારો ઉપલબ્ધ બને તે માટે અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોની સમસ્યાઓનો ઉકેલ લાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે શંખેશ્વર તાલુકાના સરહદી વિસ્તારના મંકોડિયા ગામની મુલાકાત લીધી હતી. ગ્રામજનો સાથે બેઠક યોજી કલેક્ટરએ પીવાના પાણીની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો તથા ગામના અન્ય પ્રશ્નો પણ સાંભળ્યા હતા. ગ્રામજનો તથા તેમના પશુઓને વધુ પ્રમાણમાં અને સમયસર પાણી ઉપલબ્ધ બને તે પ્રકારનું આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. 
સરહદી વિસ્તારના મંકોડિયા ગામને પીવાના પાણીની પરિસ્થિતીનો કાયમી ઉકેલ લાવવા તંત્ર દ્વારા પાણીનોબોર બનાવવા માટેની મંજૂરી આપવા પણ જણાવ્યું હતુ. પાણીના બોરની કામગીરી પૂર્ણ થયેથી મંકોડિયા ગામને પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે અને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતુ. 
આ મુલાકાતમાં સમી પ્રાંત અધિકારી આર.એન. પંડ્‌યા, શંખેશ્વર મામલતદાર, શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર, નર્મદા નિગમના અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.