ડીસા હાઇવે ઉપર આવેલ હનુમાનજીનું મંદિર હટાવાયું

બનાસકાંઠાનું વેપારી મથક ડીસા દિન પ્રતિદિન વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે પણ વિકાસની સાથે સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. રોજની ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની વણઝારના પગલે ધારાસભ્ય અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવતા નેશનલ હાઇવે ઓથોરિટીએ તાજેતરમાં ફ્લાય ઓવર બ્રિજને મંજુરી આપી હતી અને તેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં ડીસા માર્કેટયાર્ડથી બનાસ નદી સુધી ઓવરબ્રિજ નિર્માણ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે ઓવરબ્રિજની સાથે સાથે સર્વિસ રોડ પણ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.
 
આ સર્વિસ રોડ બનાવવાની કામગીરી દરમિયાન હાઇવે ઉપરના અનેક નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે જે  કામગીરી દરમિયાન શહેરના વેલુંનગરની બહારની બાજુ ભારે આસ્થા ધરાવતું ઇચ્છાપૂર્ણ હનુમાનજીનું મંદિર પણ નડતર રૂપ જણાતું હોઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગઈકાલે ગુરુવારે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે ધાર્મિક સ્થળ તોડવાની વાત વાયુવેગે આસપાસમાં પ્રસરી ઉઠતા અનેક શ્રદ્ધાળુંઓ દોડી આવ્યા હતા પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુથી હાઇવે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલોસ બંદોબસ્ત સાથે મન્દિર તોડી પાડવામાં આવ્યું હતું. જેથી આસપાસ વસતા ધાર્મિક અને શ્રદ્ધાળુંઓમાં ભારે દુઃખ સાથે નારાજગી જોવા મળી હતી આ બાબતે ઉપસ્થિત  શ્રદ્ધાળુંઓએ મન્દિર તોડી પાડતા પૂર્વે અન્યત્ર જગ્યાએ ખસેડી લઈ બાદમાં તોડી પાડવામાં આવ્યું હોત તો લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહેતી તેવી ચર્ચા જનસમુદાયમાં રોષ સાથે સાંભળવા મળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.