02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / શામળાજી પોલીસે ટ્રેક્ટરમાં ટ્રોલી નીચે ગુપ્ત ખાનું બનાવી દારૂ ઘુસાડવાનો કીમિયો નિષ્ફળ બનાવ્યો

શામળાજી પોલીસે ટ્રેક્ટરમાં ટ્રોલી નીચે ગુપ્ત ખાનું બનાવી દારૂ ઘુસાડવાનો કીમિયો નિષ્ફળ બનાવ્યો   01/09/2019

અરવલ્લી : અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો અત્યાર સુધી ટ્રક-ટ્રેલર,ટેમ્પો,કાર, જીપ,રીક્ષા અને બાઈકનો ઉપયોગ કરી વિદેશી દારૂ ઘુસાડાતા ઝડપાયા છે ત્યારે બુટલેગરોએ ખેતીમાં વપરાતા ટ્રેક્ટરનો ઉપયોગ કરતા પોલીસતંત્રમાં પણ અચરજ ફેલાયું છે
શામળાજી પોલીસે અમદાવાદ -ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા સુનોખ ગામની સીમમાંથી બાતમીના આધારે ટ્રેક્ટરની ટ્રોલી નીચે ગુપ્ત ખાનું બનાવી ઘુસાડાતો ૮૮ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે સુનોખ ગામ નજીક બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા વાદળી કલરના નંબર વગરના આઈસર ટ્રેક્ટરને અટકાવી તલાસી લેતા પોલીસને પ્રાથમિક તપાસમાં કઈ હાથ લાગ્યું નં હતું બાતમી સજ્જડ હોવાથી ટ્રેક્ટર ચાલકની અકારી પૂછપરછ કરતા તેને હાઈડ્રોલિક થી ટ્રોલી ઉંચી કરતા ગુપ્ત ખાનામાં સંતાડીને રાખેલો વિદેશી દારૂ- બિયર ટીન નંગ-૫૬૪ કીં.રૂ. ૮૮૯૮૦/-નો જથ્થો મળી આવતા ટ્રેક્ટર ચાલક જ્યંતી કાવાજી ભગોરા (રહે,ધામોદ, રાજસ્થાન) ની ધરપકડ કરી ટ્રેક્ટર-ટ્રોલી કીં.રૂ. ૩૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કીં.રૂ. ૫૦૦/- મળી કુલ.રૂ. ૩,૮૯,૪૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર ખેરવાડા ના બુટલેગર રાજુ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા .

Tags :