પાટણ જિલ્લામાં નાસતા-ફરતા ૧૪૫ આરોપીઓ ને પકડી લીધા

 
 
 
 
                 પાટણ જિલ્લામાં ચોરી લૂંટ ધાડ મારામારી દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ૬૫૦ આરોપીઓ નાસતા ફરતા હતા એક માસમાં પોલીસે ૧૪૫ આરોપીઓ ને પકડી લીધા છે છતાં હજુ ૫૦૦ જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાં ૨૦૦ આરોપીઓ પરપ્રાંતના છે જેમાં ૧૫૦ રાજસ્થાન ૨૧ હરિયાણા ૧૪ મધ્ય પ્રદેશ નવ ઉત્તર પ્રદેશ ના પાંચ દિલ્લી ચાર પંજાબ સાતવેસ્ટ બંગાળ બે બિહાર ના આરોપીઓ છે આરોપીઓને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે. 
પાંચ માણસો ની પાંચ ટીમો બનાવી મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કલકત્તા અને વેસ્ટ બંગાળ મોકલવામાં આવી છે આ ટીમોને પરપ્રાંતમાંથી બનાસકાંઠા અને કચ્છ ના નાસતા ફરતા આરોપીઓને પકડી લાવવા માટેની જવાબદારીઓ આપવામાં આવી છે. જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો કાલુરામા મેડા ને પાટણ પોલીસની ટીમે મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના મોકમપુરા ગામેથી પકડી લીધો છે.  જ્યારે પાટણની બીજી ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સિગાના ગામેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા રાકેશ ઘિશાલાલ બરપા ને પકડી લીધો છે તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.