અરવલ્લી જીલ્લાના ભાજપના કાર્યકરોએ દીપસિંહ રાઠોડ વિજય થતા મોડાસા મા વિજયોત્સવ મનાવ્યો

અરવલ્લી  : સાબરકાંઠા બેઠક પર ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર હોવાનું મનાતું હતું અને મહદંશે આ બેઠક ૨૩ એપ્રિલે યોજાયેલી ચૂંટણી પહેલા કોંગ્રેસ ભાજપ પાસેથી આ બેઠક ખૂંચવી લઈ પંજો લહેરાશે તેવું રાજકીય વિશ્લેશકો એ ગણિત માંડ્‌યું હતું ગુરુવારે યોજાયેલી મતગણતરીમાં રાજકીય વિશ્લેશકો અને કોંગ્રસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર,કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની તમામ ગણતરીઓ ઉંધી પડી હતી અને સાબરકાંઠા લોકસભા બેઠક પર દીપસિંહ રાઠોડ ફરીથી ભાજપનો દબદબો યથાવત રાખવામાં અને કમળ ખીલવવામાં સફળ રહેતા ૨૧ માં રાઉન્ડની મતગણતરીના અંતે ૨૫૨૬૫૨ મત થી આગળ રહેતા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ડીજે અને ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો 
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ ૨ લાખ કરતા વધુ મતની સરસાઈ ૨૧ માં રાઉન્ડના અંતે મળતાની સાથે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢીને ભવ્ય આતિશબાજી કરાઈ હતી અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યલયથી વિજય સરઘસ નિકળીને ચાર રસ્તા ખાતે પહોંચ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ મહિલા મોરચા તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડીજેના તાલે જુમી ઉઠી ભવ્ય વિજયોતસ્વ માનવી વિજયોત્સવ રથ મોડાસા શહેરના માર્ગો પરથી પસાર થતા શહેરમાં કેસરિયો છવાયો હતો
સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સાબરકાંઠામાં ભાજપે ભવ્ય જીત મેળવતા અરવલ્લીના શહેરી વિસ્તારો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્યાતિભવ્ય વિજયોત્સવ માનવી ડીજે, ઢોલ નગરના તાલે ફટાકડા ફોડી કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવી જુમી ઉઠ્‌યા હતા 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.