02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં માનસિક અસ્થિર નિરાધાર લોકોની અનોખી સેવા

રાધનપુરમાં માનસિક અસ્થિર નિરાધાર લોકોની અનોખી સેવા   20/08/2019

રાધનપુર : રાધનપુરમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રીરામ સેવા સમિતિ અને સુરભી ગૌશાળા તેમજ સેવાભાવી યુવાનો દ્વારા શહેરમાંથી પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો મળીને આઠ જેટલા માનસિક અસ્થિર લોકોને એકઠા કરીને તેમના વાળ-દાઢી કટિંગ કરી,નાખ કાપીને સ્નાન કરાવી દરેકને નવા કપડાં અને ચપ્પલ પહેરાવીને સુગંધીદાર તેલ માથામાં નાખીને ખુશ્બુદાર પાવડર છાંટીને તમામને દાબેલી-કેળા અને ચાનો નાસ્તો કરાવીને ગરમાગરમ ખીચડીનું ભોજન પીરસીને ભરપેટ જમાડવામાં આવ્યા હતા.શ્રીરામ સેવા સમિતિ દ્વારા સેવાભાવી યુવાનોને સાથે રાખીને દર બે-ત્રણ મહિને આવા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે.સેવાયજ્ઞનું આયોજન પાર્થ કાર વોશિંગમાં કરવામાં આવે છે,આ કાર્યમાં મહેશભાઈ નાઈ દ્વારા નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે.અસ્થિર મગજના લોકોને તેમના પરિવારજનો સાથે મિલાપ પણ કરાવવામાં આવે છે.

Tags :