ઇડરના ચિત્રોડા ગામે યુવક મોબાઈલના ટાવર પર ચડતા દોડધામ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે આજે એક યુવક મોબાઇલ ટાવરની ટોચ ઉપર ચડી જતા ટૂંક સમય માટે સમગ્ર વિસ્તારમાં દોડધામ સર્જાઇ હતી ખાનગી કંપનીના આ ટાવરને ખસેડવા માટે સ્થાનિકોની વારંવાર રજૂઆત છે તો બીજી તરફ છેલ્લા બે વર્ષથી વિના પરવાનગી આ ટાવર યથાવત્ સ્થિતિમાં છે બે વર્ષ પહેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવર ને આ જગ્યા પરથી ખસી જવા માટે રજૂઆત પણ થઈ હતી તેમ જ સ્થાનિક કક્ષાએ મંજૂરી ન હોવાને પગલે બિન અધિકૃત રીતે આવત શરૂ છે એક તરફ સ્થાનિકોનો વિરોધ છે તો બીજી તરફ સતત બે વર્ષથી વધુ સમય વિત્યા બાદ હજુ પણ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ટાવર ચાલી રહ્યો છે ત્યારે આજે એક યુવક આ જ ટાવર ઉપર ચડી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ સર્જાઇ હતી જોકે તંત્રને જાણે કે આ બાબતે કોઈપણ પ્રકારનો ફરક ન પડતો હોય તેમ સમગ્ર મુદ્દાને ભૂલી જવામાં વધુ રસ દાખવ્યો હતો તેમ જ ઘટના સ્થળે કોઈપણ વ્યક્તિ મુલાકાત કરી ન હતી જોકે સ્થાનિક ગ્રામજનોએ આ યુવકને સમજાવીને ટાવર પરથી નીચે ઉતાર્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.