પતંગ લૂંટવા જતા 12 વર્ષીય કિશોરના પગમાંથી સળીયો આરપાર નીકળી ગયો

અંકલેશ્વરમાં પતંગ લૂંટવા જતા 12 વર્ષીય કિશોરના પગ સળીયામાં ખુંપી ગયો હતો. ગડખોલના આનંદવિહાર સોસાયટીમાં બનેલા બનાવમાં સળીયો કપાઈ સળીયા સાથે દવાખાને ખસેડાયો હતો. આ ઉપરાંત 2 યુવાનના ગળા કપાયા હતા તેમજ 14 વર્ષીય કિશોરી ધાબા પરથી પટકાય હતી. 15 થી વધુ લોકો નાની-મોટી ઇજા દોરી થી થઇ હતી. ઉતરાણ પર્વની મજામાં અંકલેશ્વરમાં કેટલાક લોકો માટે આપડા રૂપ બની રહી હતી.
 
અંકલેશ્વરના આનંદવિહાર સોસાયટી ગડખોલ ખાતે રહેતા 12 વર્ષીય કિશોર વિવેક ગિરિજા પ્રસાદ પટેલ પતંગ લૂંટવા જતા ધાબા પર તેના પતંગ ચગાવી રહ્યો હતો તે દરમિયાન પતંગ કપાયને આવતા તેને લૂંટવા જતા પગઆ બુટ આરપાર કરી સળીયો ખુંપી ગયો હતો. દર્દથી બુમાબુમ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી.
 
તેમજ સળીયો કાપીને તેને 108ની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તબીબો તેના પગમાંથી ઓપરેશન કરી સળીયો કાઢિયો હતો. હાલ બાળકની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું આ ઉપરાંત જીઆઇડીસી વિસ્તારમાં 14 વર્ષીય કિશોરી ધાબા પર થી નીચે પટકાતા તેને જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો સરદાર પાર્કમાં પસાર થઇ રહેલા હસમુખભાઈ વાલાના ગળા પતંગ ની દોરી આવી જાત ગળું કપાય ગયું હતું જેમને પણ જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 28 થી વધુ ટકા લેવાની તબીબોને ફરજ પડી હતી.
 
આ ઉપરાંત બીજો બનાવ કાપોદ્રા ગામની સર્વોદય સોસાયટીમાં બન્યો હતો. મોટર સાઇકલ પર પાણી લેવા નિકરેલા જયપ્રકાશભાઈ યાદવના ગળામાં દોડી આવી હતા તેમને પણ ગંભીર હાલત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત પતંગની દોરીમાં હાલ અને પગ કાપવાની 15 જેટલી નાનીમોટી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.