ઉનાવા ખલીપુરમાંથી ૭૧૦ બોટલ દારૂ સહિત ૭.પ૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો

 
 
 
 
 
                      ગાંધીજીના ગુજરાતમાં દારૂબધી હોવા છતાં ઉંઝા અને ઉનાવા પોલીસ મથકોની હદમાં દારૂબંધીની નીતિનું ક્રુર છેદન થઈ રહ્યાની લોક  ફરિયાદો ઉઠી છે. યાત્રા સ્થળ ઉનાવા સામે સ્થાનીક પોલીસ તંત્રની કથિત રહેમ નજર તળે દેશી વિદેશી દારૂની બદી વ્યાપક પ્રમાણમાં ફૂલી ફાલી હોવાનું ચર્ચાય છે. ત્યારે મોડો મોડો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ અને ઉનાવા પોલીસે ખલીપુરા વિસ્તારમાં બે જગ્યાએ દરોડા પાડી અંદાજે રૂપિયા એક લાખની કિંમતની મત્તાની દારૂની બાટલીઓ મોટરકાર અને સ્કુટર મળી કુલ ૭.૬ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉનાવા ગામે રહેતા દારૂના ધંધાર્થી મિતેશ લેબાજી ઠાકોર મોટરકારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો  જથ્થો મંગાવેલ છે. તેવી હકીકતના આધારે મહેસાણા એલસીબીએ ગામમાં હાઈવે પર આવેલ ખલીપુરામાં ચોક્કસ  સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા સમયે એક ઠાકોરના ઘર આગળ પાણીના ખાલી હોજમાં દારૂનો જથ્થો ઉતરી રહ્યો હોઈ પોલીસે વિવિધ બ્રાંન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૧૦ નંગ બાટલીઓ તથા એક મોટરકાર અને એક સ્કુટર મળી કુલ સાડા સાત લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે ઉનાવા પોલીસે બુટલેગર મિતેશ ઠકકર તથા કાર ચાલક વિરૂધ્ધ પ્રો.હિ.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સારંભી છે.
જયારે સાંજના સમયે ઉનાવા ખલીપુરામાં દારૂ અંગે એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી જુદી જુદી જાતની દારૂની કુલ ૪૮ નંગ બાટલીઓ કબ્જે કરી હતી. આ બાબતે પોલીસે રૂપિયા ૧૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂના ધંધાર્થી લાલાભાઈ દશરથભાઈ રાવળ વિરૂધ્ધ પ્રો.હિ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કહે છે કે, યાત્રાધામ  ઉનાવામાં આપરાધીની ઉતામાં પોલીસતંત્રની નિષ્ક્રિયાને કારણે દેશી વિદેશી દારૂ, જુગારના અડ્ડાઓ, કેફી પદાર્થોનું વેચાણ તેમજ અન્ય સમાજ વિરોધી બદીઓ ધમધોકાર રીતે ચાલી રહી હોઈ ગ્રામજનો ભારે ત્રાસ પોકારી ઉઠ્યા છે. કહે છે કે ઉનાવા અને તેની સામે વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ વિશે સ્થાનિક પોલીસ તંત્રને સઘળી માહીતી છે. પરંતુ કહેવાતા તગડા હપ્તાઓની લાલચે કોઈ કડક પગલાં ભરાતા નથી જેથી આ વિસ્તાર નાગરિકો માટે અસલામત બની ગયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.