ઊંઝાના વેપારી સાથે છેતરપીંડી : ૧૮ લાખનું જીરૂં બારોબાર વેચી મારનાર મહેતાજી ફરાર

ઊંઝા : ઊંઝામાં એક મહેતાજીએ વેપારી સાથે વિશ્વાસઘાત કર્યાની ઘટના બહાર આવી છે વેપારીનું સરેરાશ ૧૮ લાખનું જીરું વેચી મહેતા ફરાર થઈ જતાં ચકચાર મચી છે.આ અંગે રાજેશ  માધવલાલ પટેલ નામના વેપારીએ ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.  આ અંગેની વિગત મુજબ ઊંઝા ગંજબજારના રાજેશ માધવલાલ પટેલ નામની પેઢીમાં  સાગર લગધીરભાઈ પટેલ (રહે. નાની ભાપડી, તા. થરાદ, જી.બનાસકાંઠા) નામનો વ્યક્તિ મહેતા તરીકે કામ કરતો હતો. આ દરમિયાન વેપારીને વિશ્વાસમાં  લઈ પ્રથમ ૨૫૫ મણ જીરું રૂ. ૩૧૫૦ ના ભાવે હોલસેલ વેપારી પેઢીને વેચી આવ્યો  હતો. આ પછી બીજી વખત ૩૫૭ મણ જીરું રૂ. ૩૦૫૦ ના ભાવે વેચી  કુલ રૂ. ૧૯ લાખથી વધુ આપવાના હતા. અઠવાડિયામાં ચૂકવણું થતું હોઇ ૧૦ દિવસે પણ રકમ આવી નહોતી. આથી વેપારીએ આકરી પૂછપરછ કરતા સાગર નામનો મહેતા  ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે વેપારીએ ફોન ઉપર અને રૂબરૂ મળીને રકમ પરત લેવા મથામણ કરી હતી. જોકે ૨ લાખ આંગણિયા મારફત મોકલ્યા બાદ બાકીના રૂ?.  સરેરાશ ૧૮ લાખની છેતરપિંડી આચરી છે. જેથી વેપારી રાજેન્દ્રકુમારેએ નાણાંકીય વિશ્વાસઘાત કરનાર મહેતાજી સામે ફરીયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે ઇ.પી.કો ક.૪૦૬ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.