હિંમતનગર ના મહાવીરનગર વિસ્તારમાં ગાયત્રી મંદીર રોડ પર આવેલ એક પરીવારના મકાન આગળ પાર્ક કરેલ કારના બે શખ્સોએ મંગળવારે બાઈક પર આવી કારના કાચ તોડી ભાગી જતા બંને જણા વિરૂધ્ધ ખ્તધવારે હિંમતનગર એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પામી હતી. આ અંગે હેતલબેન ભાવેશકુમાર જયરવાલએ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે અગમ્ય કારણોસર હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા વિક્કી - નરેશભાઈ ભાટ અને આકાશ અશોકભાઈ ભાટએ બાઈક પર આવીને હેતલબેનના ઘર આગળ પાર્ક કરેલ ઈર્કો કાર નં. જીજે૦૯બીડી ક૭૪૮ પર તલવારથી હુમલો કરી કારના આગળના અને પાછળના કાચ તોડી નાંખ્યા હતા. જે અંગે હેતલબેનને ખબર પડતા તેણીએ બુમાબુમ કરતા આ બંને જણા ભાગી ગયા હતા .
ત્યારબાદ હેતલબેને તેમના પતિ ભાવેશકુમાર જયસ્વાલ અને જેઠ ભારતેશભાઈને જાણ કરતા બંને જણા ઘરે દોડી આવ્યા હતા.
ત્યારબાદ તેમના ઘર સામે રહેતા દિગ્વિજયસિંહ ચંપાવતના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના - આધારે આ બંને જણાને ઓળખી લઈ તલવારથી ઈર્કો કારના કાચ તોડી નાખી રૂ.૨૫ હજારનું નુકસાન પહોંચાડતા હેતલબેન જયસ્વાલે બુધવારે બંને જણા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.