બનાસકાંઠાને ઊંઘમાંથી જગાડવાનું, જગાડીને બેઠો કરવાનું, બેઠો કરીને ઊભો કરવાનું અને પછી દોડતો કરવાનું અમર કામ ગલબાભાઈએ કર્યું છે…!

ગુજરાત
ગુજરાત

વરસોથી બનાસકાંઠા પર કુદરતની મહેરબાની ઓછી રહી છે. ક્યારેક બળબળતી હવા, તો ક્યારેક ધરતીની ધૂળને પણ આગમાં ફરેવી નાખે તેવી ગરમી પડતી હોય છે, તો ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટિના કારણે ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડ્‌યો છે. જાણે બનાસકાંઠા જિલ્લા માટે કુદરતે ભાગ્ય ઘડવામાં ભેદભાવ રાખ્યો હશે…! દાંતા, અંબાજી અને અમીરગઢ પહાડી વિસ્તાર છે, તો થરાદ, વાવ અને સુઇગામ રણ વિસ્તાર છે. ધાનેરા અને ડિસાના કેટલાક ગામડાઓમાં પાણીના તળ ઊંડા છે, ક્યાંક નદી છે, તો ક્યાંક પથરાળ જમીન છે. 
બનાસકાંઠાની પ્રજાની બોલી થોડી રાજસ્થાનને મળતી આવે છે, અહીંની પ્રજામાં ખાસ કરીને થરાદ, ધાનેરા, વાવ તાલુકાની પ્રજાના રીત-રિવાજો રાજસ્થાનને મળતા આવે છે અને ગુજરાતી અને મારવાડી ભાષાનું મિશ્રણ જોવા મળે છે. પરંતુ અહીંના માણસો નોખા છે, બનાસકાંઠાના લોકોની પાસે સર્જનાત્મકશક્તિનો અખૂટ ભંડાર છે, અનોખી રીતે વિચારી શકે છે, કંઈક નવું કરવાની ધગશ ધરાવે છે. બનાસકાંઠાએ 
સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જેવા પ્રામાણિક, સાદગી અને મૂલ્યનિષ્ઠાના શિલ્પકાર નેતા આપ્યાં છે. તેમણે બનાસકાંઠામાં ભયંકર દુષ્કાળ પડ્‌યો ત્યારે અહીંની પ્રજાને જીવતી રાખવા માટે કોઈ કચાશ રાખી નથી. રણમાં વસતા લોકોના આંખમાંથી નીકળતાં આસુંને સુખમાં કેવી રીતે ફેરવ્યા છે તેના ઉદાહરણ માત્ર બનાસકાંઠા માટે જ નહીં, માત્ર ગુજરાત કે ભારત દેશ માટે પણ સમગ્ર વિશ્વનો  પ્રેરણાસ્રોત છે, કેમ કે રણ વસતા લોકોને સુખી કર્યાની અદભુત સાફલ્યગાથાનો ગલબાભાઈ પટેલે અમર ઇતિહાસ રચ્યો છે.
બનાસકાંઠા ખૂબ જ પછાત હતો  પરંતુ આ જિલ્લાએ માનવ નહીં પણ મહામાનવ એવા ગલબાભાઈ પટેલના સદ્‌કાર્યોના લીધે બનાસકાંઠાને ઊંઘમાંથી જગાડવાનું, જગાડીને બેઠો કરવાનું, બેઠો કરીને ઊભો કરવાનું અને પછી દોડતા કરવાનું કામ યુગો સુધી અમર રહેવાનું છે. 
સ્વ. ગલબાભાઈ પટેલ સ્મૃતિગ્રંથમાં ગલબાભાઈ માનજીભાઈ પટેલે લખ્યું છે કે, “જેનું ઘડતર શાળા- મહાશાળાઓમાં થયું હોય, પ્રેરણાની સીધી અસર તળે આવ્યા હોય, તેવા નેતાઓ તો આપણા દેશમાં ઘણાં છે, પરંતુ પોતાની આગવી સૂઝ, બુદ્ધિ અને શક્તિથી કામ કરનાર નેતાઓમાં ગલબાભાઈ આગળની હરોળમાં છે, ખુદ જિંદગી જ એમની અનુભવશાળા હતી. લોકોનું ભલું કરવાની સતત મનમાં ઘોળાતી રહેતી ઇચ્છા એમની પ્રેરણા હતી. બસ, મથામણ કર્યા જ કરવી અને એમાંથી કંઈક નવનીત પ્રગટાવવાનું એ એમની કાર્યશક્તિનો જીવતો જાગતો પુરાવો…”
સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ માનવીય મૂલ્ય ધરાવનાર નેતા હતા. કોઈપણ ઘડીએ પ્રજા મુશ્કેલીમાં મૂકાય તો તેને કેવી રીતે ઉગારવી તેના માટે સતત વિચારતા હતા. ‘ગલબાભાઈ પટેલ સ્મૃતિગ્રંથ’માંથી માહિતી મળે છે કે, “દુષ્કાળના વખતે બનાસકાંઠાને મદદ અપાવવા માટે તેમણે કરેલાં કાર્યોની સૂચિ તો ઘણી લાંબી છે. દુષ્કાળ વખતે તેમણે ધરાઈને ધાન પણ ખાધું નથી. પોતાની તળપદી આગવી વિશિષ્ટ શૈલીમાં મુંબઈના શેઠીયાઓ પાસેથી મદદ લઈ આવતા…! દુષ્કાળના વસમા દિવસોમાં ગામોને જિવાડવા તેઓએ જિલ્લાના લીલા વિસ્તારના ખેડૂતોને ગામો સોંપી અને એક મોટા કામને, મુશ્કેલ કામને સહજતાથી ઉકેલી લીધું.” 
આગળ ગલબાભાઈ માનજીભાઈ લખે છે કે, “બનાસકાંઠાની સૂરત પલટી નાખવાની તેમની ઇચ્છા હતી. એ માટે તેમણે યોજના પણ વિચારી હતી. પરંતુ બનાસકાંઠામાં ઉપરા-ઉપરી પડેલા દુષ્કાળોને કારણે તેમનું સમગ્ર ધ્યાન એ સમસ્યા પ્રત્યે જ ઘેરાયેલું રહેતું. એમના ઉત્કર્ષમાં મહ¥વનું પ્રદાન આપનાર વડગામ તાલુકો, એમનું વતન, એમના સામાજિક જીવનની શરૂઆત અને કાયમ માટે એમના ટેકામાં ઊભો રહે તો એ તાલુકો. ક્યારેક કેટલાક સાથીઓ એમને કહેતા કે ગલબાભાઈ પટેલ  તમે વડગામ ઉપર વધુ લક્ષ આપવાને બદલે સાંતલપુર, વાવ, થરાદ, એ બધા તાલુકાઓને કેમ વધુ મહ¥વ આપો છો ? ત્યારે તેઓ કહેતા કે, તમારે તો જમીન છે, વર્ષ પૂરતું ચાલે એટલી ખેતી થાય છે અને આ લોકોને તો પાણી પણ પૂરતું નથી મળતું… પહેલી જરૂર છે તરસ્યાઓને પાણીની, ભૂખ્યાઓને અનાજની અને નિરાશ માનવીઓને હૂંફની જરૂર છે. તેઓએ લગભગ કાયમી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં જીવતા બનાસકાંઠાના એ પશ્ચિમના તાલુકાઓને જાણે મનોમન દત્તક જ લઈ લીધા હતા અને પૂરેપૂરું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કર્યું હતું.” એટલે ગલબાભાઈ પટેલ કોઈ વિસ્તારવાદી, જ્ઞાતિવાદી નેતા ન હતા પરંતુ સમગ્ર જિલ્લાના સર્વજ્ઞાતિ પ્રિય નેતા હતા. આજે પણ ગલબાભાઈ પટેલને સર્વ જ્ઞાતિના કલ્યાણકારી નેતા તરીકે યાદ કરે છે.
ખેડૂતો વગર ભારત દેશની કલ્પના કરી શકાય નહીં. ભારત દેશની વિકાસની ધોરી નસ ખેડૂતો છે. ગલબાભાઈ પટેલને ખેડૂત માટે અપાર લાગણી હતી. તેના લીધે ખેડૂતોને કોઈ દુષ્કાળના સમયે પણ કોઈ દિવસ અન્યાય થવા દીધો ન હતો. તેઓ દુઃખી લોકોના રાહબર હતા. સ્વ. ગલબાભાઈ વિશે ચીમનભાઈ પટેલે લખ્યું છે કે,
આભાર – નિહારીકા રવિયા  “ગલબાભાઈ પટેલ સાથે મને કામ કરવાની તક મળી હતી. તેઓ સારા ખેડૂત આગેવાન હતા અને મેં જોયું કે, તેઓ ખૂબ વ્યવહારું હતા અને જે કોઈ પ્રવૃત્તિ હાથમાં લેતા તેની ગૂંચો ઉકેલવાનું કામ પણ કુશળતાપૂર્વક કરી શકતા હતા. તેઓની રહેણીકરણી ખૂબ સાદી હતી અને તેનાથી જ અનેક લોકો પ્રભાવિત થતા. તેઓ સરળ સ્વભાવના હતા અને નિખાલસ રીતે જે કાંઈ લાગે તે કહેતા હતા.” 
ચીમનભાઈ પટેલે ગલબાભાઈને કામ કરતા નજીકથી જોયા હતા. તેઓની કામ કરવાની ધગશ ખૂબ જ હતી. વધુમાં ગલબાભાઈ વિશેના સ્મૃતિગ્રંથ માટે લખીને આપેલ એક લેખમાં  લખ્યું છે તેમણે, “નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો વિષે તેઓ ખૂબ સજાગ હતા. ખેડૂતોને પૂરતી આવક મળે તે માટે અનેક યોજનાઓ ઘડવાની તેઓને હોંશ હતી. તે દિશામાં તેઓએ નક્કર કામ પણ કર્યું છે. વિશેષ કરીને જ્યાં સુધી ખેડૂતો સંગઠિત ન હોય ત્યાં સુધી તેઓની તાકાત વધે નહિ અને સોદાશક્તિનો ઉમેરો થાય નહીં તે વાત તેઓએ બરોબર સમજી લીધી હતી અને એ સમજથી ખેડૂતોના પ્રશ્નો ઉકેલી ખેડૂતોને આબાદ કરવાના પ્રયાસ રૂપે જ તેઓ ખેડૂત સંગઠન ઉપર ભાર મૂકતા હતા અને તે માટે કામ કરતા હતા. તેઓએ જ્યારે ખેડૂતોની વાત કરી છે ત્યારે
ખેત-મજૂરો તેઓની નજર બહાર ન હતા. સાચું કહું તો ગરીબ અને આર્થિક રીતે પછાત એ તમામના તેઓ રાહબર હતા.”
ચીમનભાઈ પટેલ ‘તમામના રાહબર’ શીર્ષક હેઠ લખેલા લેખમાં નોંધે છે કે, “આખી જિંદગી સુધી ગલબાભાઈએ સમાજસેવા દ્વારા અંત્યોદય માટે જ કામ કર્યું છે. તેમના જીવનને કાર્યમાંથી આપણે પ્રેરણા મેળવીને ગરીબો, ખેડૂતો, ખેતમજૂરો અને આર્થિક રીતે પછાત એવા વર્ગોની ઉન્નતિ માટે કંઈ પણ કરી શકીએ તો તેઓના આત્માને જરૂર શાંતિ મળશે.” 
ગલબાભાઈ પટેલ જિલ્લાના ખેડૂતો માટે માયાળું હતા. તેમણે આખી જિંદગી માનવ રૂપ ગરીબોની સેવા અને ખેડૂતોની સેવામાં પસાર કરી હતી. ગલબાભાઈ સ્મૃતિગ્રંથમાં હેમાભાઈ દરઘાભાઈ રાજપૂતે ‘સહુથી સરખો પ્રેમ રાખતા’ શીર્ષક હેઠળ લખેલા લેખમાં નોંધે છે કે, “એ પોતે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે તેમનાં કરેલાં કામોની યાદ આવે છે. એક વખત હું અસારાવાસનો સરપંચ હતો અને નિશાળ કરી (નિશાળા નિર્માણ કરી) ત્યારે પૈસો પંચાયતમાં ન હતો. લોકફાળો પણ ઓછો થયેલ. અમારી નિશાળ અધૂરી રહે તેમ હતી ત્યારે હું ગલબાભાઈને મળ્યો પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. તેમણે નિશાળ પૂરી કરી. પૈસા
આભાર – નિહારીકા રવિયા  હું ગમે તે દાનવીરો પાસેથી લાવી તમારી પંચાયતને આપીશ. અને ખરેખર તેમણે ૨૦૦૦ રૂપિયા લાવીને અમારી શાળાના મકાનમાં દાન તરીકે આપેલ તેથી એ ઘણા યાદ આવે છે. આવા સાચા-બોલા બહું       ઓછા હોય.
ગલબાભાઈ પટેલ ભલે આજે દુનિયામાં નથી, પણ તેઓનું નામ ભૂંસાઈ જવાનું નથી. જેમ જેમ સમય વીતશે તેમ-તેમ ગલબાભાઈ પટેલના વિચારો અને કરેલા કાર્યો યુવાન બનતા જશે.                         

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.