ભાભરમાં દુકાનનાં તાળાં તોડી ૯૬ હજારની ચોરી : વેપારીઓમાં ફફડાટ

ભાભર : ભાભરમાં દીઓદર હાઈવે રોડ પર આવેલ સત્યમ કોમ્પલેક્ષમાં ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.  ભાભર માં ગત સોમવાર ની રાત્રે ભાભર દીઓદર હાઈવે પર હોટલ સંકલ્પની બાજુમાં  સત્યમ કોમ્પલેક્ષમાં આવેલ ઈકોમ એક્શપ્રેસ પ્રા.લીમીટેડ ઓનલાઈન કુરિયર નામની દુકાનના શટરના તાળા તોડી કોઈ અજાણ્યા શખ્શોએ અંદર રહેલ વસ્તુઓ વેરવિખેર કરી તિજોરીના ખાનામાં પડેલા રૂપિયા ૯૬૨૯૩ રોકડાની ચોરી ગયેલ  છે.દુકાન માલિક સવારે દુકાન ખોલવા જતાં દુકાનના તાળા તુટેલા હોઈ કંઈ અજુગતું બનેલ હોઈ આજુબાજુ આવેલ દુકાનદારો ને જાણ કરી અંદર તપાસ કરતાં દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાતા  લોકો ચોરી થતાં એકઠા થયા હતા.  આ અંગે ભાભર પોલીસ ને જાણ કરવામાં આવી હતી. પોલીસે ધટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે. આ સમાચાર ભાભર માં વાયુવેગે ફેલાતા લોકો જોવા ઉમટ્યા હતા ભાભર માં ચોરી થતાં દુકાનદારો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે..
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.