જાખેલ ગામે નાળાના ખોદકામ દરમ્યાન સાત પૌરાણિક મૂર્તિઓ મળતાં અચરજ

થરા : ર૬ મી જાન્યુ - ર૦૦૧ ના ભયાનક ભૂકંપને આજની પેઢી યાદ કરીને કુદરતી પ્રકોપ કેટલો ખોફનાક હોય તે અનુભવ્યું હતું. પરંતુ આ પહેલા કુદરતી માનવીય આક્રમણો સામે ધન સંપત્તિ - મૂર્તીઓ - નગરના નગર ભૂમિગ્રસ્ત બનેલ કાંકરેજ તાલુકામાં કાકર - તેરવાડા સહીત સમગ્ર પટ્ટામાં ભૂતકાળમાં ભૂમિગત ઉથલ પાથલ થઈ હોય ને જેમાં આખેઆખા મહાનગરો ભૂમિમાં ગરકાવ થઈ ગયેલા. જેના અવશેષો આજે વર્ષો બાદ ખોદકામ દરમિયાન મળી આવે છે. કાંકરેજ તાલુકાના જાખેલ ગામે પણ તળાવ નજીક નાળાની કામગીરી જેસીબીથી ખોદકામ કરીને ચાલી રહી હતી. તે દરમિયાન જેસીબીના દાંતામાં પથ્થર જેવું આવતા જેસીબી અટક્યુ હતું. ને તપાસ કરતાં આરસની મૂર્તિ જેવું જણાયું હતું વધુ ખોદકામ કરતાં ભગવાન વિષ્ણુ - ગણેશજી સહીત સાતેક જેટલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. આ વાત ગામને આજુ બાજુમાં ફેલાતાં લોકોના ટોળેટોળા આ પ્રાચીન મૂર્તીઓ જાવા ઉમટ્યા હતા. જાખેલ સરપંચે કાંકરેજ મામલતદારને જાણ કરતાં કાંકરેજ મામલતદાર મંજુલાબેન રાજપુતે સ્થળની મુલાકાત લઈ મૂર્તિઓ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરવાનું જણાવ્યું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.