કુચાવાડા-પાંથાવાડા રોડ પર બે વાહનો વચ્ચે અકસ્માત બાદ આગમાં લપેટાઇ ગયા

બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોની પરંપરા જારી રહેવા પામી છે ત્યારે કુચાવાડા-પાંથાવાડા બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી. 
 
જાણવા મળતી વિગતો અનુસાર કુચાવાડા-પાંથાવાડા રોડ પર સ્વીફ્ટ કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત થયા બાદ બંને વાહનોની અંદર અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. 
 
આ જીવલેણ અકસ્માત હતો પરંતુ સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આગથી બંને વાહનોને નુકશાન થયું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.