આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે : એક લાખમાંથી દસ બાળકો ટાઇપ-1 ડાયાબિટીસનો શિકાર

આજે વર્લ્ડ ડાયાબિટીસ અને ચિલ્ડ્રન ડે બંન્ને એક જ દિવસે છે, સામાન્ય રીતે વૃદ્ધોમાં જોવા મળતો ડાયાબિટીસ હવે બાળકોમાં પણ જોવા મળે છે. જોખમી મનાતા ટાઇપ-1 ડાયાબિટીસનું પ્રમાણ બાળકોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરના સર્વેમાં સામે આવ્યું છે કે, સરેરાશ 1 લાખ બાળકોમાંથી 10 બાળકો ટાઇપ-1 ડાયાબિટીસથી પીડાઇ છે અને તેની પાછળ ઘણા બધા કારણોમાનું એક કારણ બાળકોની જીવનશૈલી છે.
એન્ડોક્રિનોલોજી ડાયબિટોલોજિસ્ટ ડો. વિવેક આર્યાએ કહ્યું કે, બાળકોમાં હવે ટાઇપ-1 અને ટાઇપ-2 બન્ને પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે. તાજેતરમાં લખનઉમાં થયેલા સર્વેમાં 15 વર્ષથી ઓછી ઉમરના 12 ટકા બાળકોમાં ડાયાબિટીસ જોવા મળ્યો હતો. જ્યારે ચેન્નઇમાં થયેલા એક સર્વેમાં 26 ટકા બાળકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું સામે આવ્યું હતું.તો થોડા વર્ષ અગાઉ ગુજરાતની બી.જે. મેડિકલ કોલેજના રિસર્ચમાં રાજ્યમાં 2 ટકા બાળકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું. ડાયાબિટીસ અને વારસાને શું સંબંધ છે તે અંગે ડૉ. વિવેક આર્યા જણાવે છે કે, ટાઇપ -2 ડાયાબિટીસ જ્યારે માતા-પિતા બન્નેને ડાયાબિટીસ હોય ત્યારે 95 ટકા અને બન્નેમાંથી એક પીડાતા હોય તો 35 ટકા વારસાગત છે. જ્યારે ટાઇપ-1 ડાયાબિટીસ વારસામાં આવવાની શક્યતા માત્ર 6 ટકા છે.
ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકમાં એબ્સુલિયેટ ઈન્શુલિયન્સની ઉણપ જોવા મળે છે. એટલે શરીરમાં ઈન્સુલિયન્સ ઉત્પન્ન થતાં નથી. જેથી આવા બાળકોનું નિદાન ઈન્શુલિયન્સ આપીને જ કરાય છે.અને જો આવા બાળકોનું નિદાન સમયસર ન કરાય તો સુગર વધવાથી બાળક કોમામાં જઈ શકે છે.ઈન્શુલિયન્સ ડેફિસિયન્સી અને ઈન્શુલિયન્સ હેરીસ્ટન્સ એટલે કે ઈન્શુલિયન્સ જરૂરિયાત કરતાં ઓછું બનતું હોય. તેે બાળકોમાં ટાઈપ-2 ડાયાબિટીસ જોવા મળે છે તેમને શરૂઆતમાં દવા અસર કરી જાય છે, ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત બાળકોને સમયસર સારવાર મળે તો નિદાન સંભવ છે .
ડૉક્ટરોના મતે આવા બાળકોને આઉટડૉ એક્ટિવિટિ કરાવવી જોઇએ, તેના પર ભણતરનું દબાણ કરવું પણ યોગ્ય નથી. ખાસ કરીને આવા બાળકોની ફીટનેસ પર તેના માતા-પિતાએ વધારે ધ્યાન આપવું જોઇએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.