રાધનપુર તાલુકામાં વિકાસ કામોની યાદીમાં હરિજન શબ્દ લખતા આવેદનપત્ર અપાયું

 
 
               રાધનપુર તાલુકાના મોટીપીંપળી અને ભીલોટ ગ્રામ પંચાયતો દવારા ગ્રામપંચાયતો દવારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિકાસ કામોની યાદી જાહેર જગ્યાઓ ઉપર મુક્વામાં આવી છે,આ યાદીમાં વિકાસશીલ ગ્રામ્ય યોજના અંતર્ગત હરિજન શબ્દ લખવામાં આવ્યો છે,આ હરિજન શબ્દ જાતિવાચક અપમાનજનક હોવાથી મોટીપીંપળી અને ભીલોટ ગામોના અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાઈ છે,અને સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે હરિજન શબ્દ નાબૂદ કરીને અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરવા જ્ણાવેલ છે.તેમ છતાંય બંને ગ્રામ પંચાયતો દવારા હરિજન શબ્દનો ઉપયોગ કર્યો હોવાથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને મોટીપીંપળી,ભીલોટ તેમજ તાલુકાના તમામ ગામોમાં લાગેલા આવા વિકાસના કામોના બોર્ડમાંથી તથા તમામ સરકારી કચેરીઓમાંથી હરિજન શબ્દ દૂર કરીને અનુસૂચિત જાતિ શબ્દ તાત્કાલિક ધોરણે લખવા માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે વણકર યુવા મંડળ રાધનપુરના પ્રમુખ દિનેશભાઇ કાંતિભાઈ મકવાણા (મોટીપીંપળી), વશરામભાઇ આજોલા, હિમ્મતભાઈ ફૌઝી સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.