હિંમતનગર નગરપાલિકા દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૧૪ હજાર જેટલા વૃક્ષોની રોપણી કરાઈ

સાબરકાંઠા : પર્યાવરણની જાળવણી કરવીએ આપણી નૈતિક ફરજ છે ત્યારે વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ સૌની ફરજ છે હાલના સમયમાં વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે ત્યારે વાતાવરણ શુધ્ધ કરવા માટે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરિ છે.  ૨૦૧૭ થી ૨૦૧૮ માં હિંમતનગર નગરપાલિકા દ્વારા ૭૦૦૦ વૃક્ષ વાવ્યા હતા જેમાં રોડ રસ્તાના ડિવાઈડર બગીચા, ટીપી રોડ, સ્કૂલ, કોલેજો, સરકારી વસાહત અને નગર પાલિકા વિસ્તારની સોસાયટીમાં વાવવામાં આવ્યા હતા. ૨૦૧૮ થી ૨૦૧૯ માં ૬૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. હાલમાં પાલિકા દ્વારા ૨૦૧૯ થી ૨૦૨૦માં ૭૧૦૦ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે  જેમાં થી ૨૦૦૦ બગીચાના લાગતા વૃક્ષો જેવા કે રંગબેરંગી ફૂલો, મહેંદી, ગુલાબ, અન્ય ફૂલ છોડ વવી દેવામાં આવ્યા છે.
૫૧૦૦ વૃક્ષો માથી ૪૦૦ વૃક્ષો લાગી ગયા છે. બહુમાળી ભવન, સબજેલ , એસ પી ઓફિસ અને અન્ય સરકારી કચેરીમાં વાવવામાં આવ્યા છે વૃક્ષો ને વાવવા માત્ર થી તેમનો ઉછેર ન થતાં તેમનું જતન પણ જરૂરી છે. વૃક્ષો એ વરસાદ લાવવા પાછળનું મુખ્ય કારણ છે જેથી વાતાવરણ સુધ્ધ રાખવા અને પ્રદુષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.