ભાભર હાઇવે ઉપર બસની ટક્કરથી યુવાન ઘાયલ

આજે મંગળવારના રોજ બપોરે ભાભર તાલુકાના નેસડા ગામ નો યુવાન ઠાકોર બળવંતજી ભારાજી ભાભર હાઇવે ઉપર હોટલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દિયોદર અમદાવાદ એસટી બસના ચાલકે ગફલત ભરી ડ્રાઇવિંગ કરતા યુવાનને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થઇ હતી. યુવાન રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડયો હતો. યુવાનની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર છે પાલનપુર રીફર કરવામાં આવ્યો છે અકસ્માત સર્જાતા ભાભર હાઈવે ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે તાત્કાલીક દોડી જઇ ટ્રાફિક ખુલ્લો કરી ને એસટી બસના ડ્રાઇવરસામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.