૧૪ વર્ષીય સગીર તળાવમાં ડૂબી જતા મોત : વિધવા માંનો સહારો છીનવાતા કલ્પાંત

મોડાસા તાલુકાના જાલીયા ગામના ૧૦ થી ૧૨ યુવક મિત્રો નજીક ડુંગરની તળેટીઓમાં આવેલા ભિલોડા તાલુકાના વાગોદરા ગામ નજીક આવેલા તળાવમાં નાહવા જતા ૧૪ વર્ષીય સગીર તળાવમાં અકસ્માતે ડૂબી જતા નાહવા ગયેલા સાથી મિત્રો ગભરાઈ જતા ચુપચાપ ઘરે આવી જતા રાત્રીના સુમારે પરીવારજનો પુત્રને શોધવા નીકળતા તેના મિત્રએ જણાવતા માતાના માથે આભ તૂટી પડ્યું હતું ગ્રામજનો તાબડતોડ વાગોદરા ગામ નજીક આવેલા તળાવમાં સ્થાનિક તરવૈયાઓ સાથે પહોંચી શોધખોળ આદરી હતી વહીવટી તંત્રને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી અંધારું હોવાથી હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ સાથે શોધખોળ હાથધરાતા મોડી રાત્રે સગીરનો મૃતદેહ મળી આવતા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
મોડાસા તાલુકા ના જાલીયા ગામે હર્ષદ રમણભાઈ રાવળ નામનો સગીર તળાવમાં ડૂબી મોત નિપજતા વિધવા માતાનો એક નો એક પુત્ર છીનવાતા ઘરનો કુળ દિપક બુજાતા ભારે આક્રંદ કરી મૂક્યું હતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
       
ગુરુવારે બપોરે જાલીયા ગામના ૧૦ થી ૧૨ મિત્રો નજીક વાગોદરા ગામ નજીક ડુંગર વચ્ચે આવેલા તળાવમાં નાહવા ગયા હતા જેમાં બોલુન્દ્રા હાઈસ્કૂલમાં ધો.૯ માં અભ્યાસ કરતો હર્ષદ રમણભાઈ રાવળ નામનો સગીર તળાવમાં ગરકાવ થઈ જતા અન્ય યુવકોમાં બુમરાણ મચી હતી હર્ષદ ડૂબી જતા તમામ યુવકો ગભરાઈ ઉઠ્યા હતા અને બીકના માર્યા કોઈને પણ જાણ કરી ન હતી સાંજ પડતા વિધવા માતા પુત્રને શોધવા નીકળતા હર્ષદના મિત્રએ સમગ્ર ઘટના અંગે જાણ કરતા ભારે ચકચાર મચી હતી તાબડતોડ રાત્રીના અંધારામાં મોટી સંખ્યામાં સ્થાનિક તરવૈયાઓ સાથે પહોંચી શોધખોળ હાથધરી હતી સગીર તળાવમાં ડૂબતા ભિલોડા ટીડીઓ સહીત કર્મચારીઓ અને પોલીસતંત્ર પણ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાને જાણ કરતા તળાવમાં પહોંચી ૬ કલાકની ભારે જહેમત બાદ સગીરની લાશ શોધી કાઢી હતી પોલીસે મૃતક સગીરની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.