02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરતમાં કતારગામમાં વસ્તાદેવડી રોડ પર ચાર માળના બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતાં ૧નું મોત,બે વ્યક્તિને ઈજા

સુરતમાં કતારગામમાં વસ્તાદેવડી રોડ પર ચાર માળના બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતાં ૧નું મોત,બે વ્યક્તિને ઈજા   18/01/2020

સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળની નીતા એસ્ટેટ નામની બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને ૩ વ્યક્તિને રેસક્યુ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાં.જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના બેની સારવાર ચાલી રહી છે.
 
વસ્તાદેવડી રોડ પર ચાર માળનું ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ પડ્યાની જાણ થતાં જ પાલિકાના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મેયરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો સીએફઓ સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યાં હતાં. હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.
 
એક વ્યક્તિનું મોત
મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર સાંઈપુરના રહેવાસી શિવ નરેશ ભોલે(ઉ.વ.આ.૨૧)નું મોત નીપજ્યું હતું. ગોતાલાવાડી ખાતે આવેલી રેલ રાહત કોલોનીમાં રહેતા કાંતાબેન સુરેશભાઈ માછી(ઉ.વ.આ.૪૨) ઈજાગ્રસ્ત થયાં હતાં જેમને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
 
ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ કતારગામની ફાયરબ્રિગેડની ગાડી મોકલવામાં આવી હતી. બાદમાં અન્ય બે ગાડીઓ મોકલવામાં આવી હતી. જરીનું કારખાનું ચાલતું હતું ત્રણ લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. હાલ તમામ જગ્યા પર સર્ચ કરી લેવામાં આવ્યું છે.જેમાંથી એકનું મોત નીપજ્યું છે.
ત્રણ વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા તેમાંથી એક મહિલાનો સમાવેશ થાય છે. મહિલાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં મહિલા હેબતાઈ ગઈ હોવાથી કશું જ બોલતી નથી.
 
ફાયરબ્રિગેડ દ્વારા જર્જરીત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના આ બિલ્ડીંગને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. ત્રણેક માલિક બદલાઈ ગયા હોવાથી આસપાસના લોકોને પણ કારખાનું કોનું છે તે અંગે જાણકારી નહોતી.આ બિલ્ડીંગનો કોર્ટ કેસ ચાલતો હોવાનું પાલિકાના અધિકારી ગામીતે જણાવ્યું હતું.

Tags :