લંપટ ડોક્ટર ક્લિનિક અને બંગલા પર પાટણ પોલીસના દરોડા

મહેસાણા : સમીમાં ડો. મહેન્દ્ર મોદી તેની ક્લિનિકમાં સારવાર કરાવવા આવતી મહિલાઓના વીડિયો ઉતારી દુષ્કર્મ આચરતો હતો. લંપટબાજની સાથે તેનો ઉંટવૈદ દીકરો કિશન મોદી પણ સામેલ હતો. બંને વારાફરતી મહિલાઓનું શોષણ કરતા હતા. તેની તપાસ માટે મહેસાણા આવેલા લંપટ ડોક્ટરના અને બંગલા પર દરોડો પાડીને પાટણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
લંપટ પિતા-પુત્રની સમીની સેક્સલીલા મહેસાણામાં પણ ચાલુ નહીં હોયને એ દિશામાં પાટણ પોલીસ તપાસ માટે મહેસાણા પહોંચી હતી. મહેસાણાના રાધનપુર રોડ સ્થત ડો. મહેન્દ્ર મોદીના શિવગંગા-સોસાયટી બંગલા અને આઇકોન કોમ્પલેક્ષમાં દવાખાનાની પોલીસે તપાસ કરી હતી. પોલીસને શંકા છે કે બંને લંપટોએ મહેસાણામાં આવા કોઈ અધમ કૃત્ય કર્યા હોઈ શકે છે. સમીમાં ડોક્ટરની સેક્સલીલાની તપાસનો રેલો મહેસાણા સુધી પહોંચ્યો છે.
પાટણ પોલીસ દ્વારા તપાસ બાદ મહેસાણા આરોગ્ય વિભાગ પણ તપાસ માટે દોડી ગયો હતો. આયુર્વેદિક ડોક્ટર દ્વારા પછાત વિસ્તારમાં શનિ અને રવિવાર દ્વારા કરવામાં આવતા શારીરિક શોષણ બાદ મહેસાણા આરોગ્ય વિભાગે મહેસાણા  ક્લિનિકખાતે દોડી જઈને તપાસ કરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.