સાબરકાંઠાના બંધ મકાનોને નિશાન બનાવતા ઉદેપુરના બે શખ્સોને અરવલ્લી એલસીબી પોલીસે ઝડપ્યા

 
 
 
પ્રતિનિધિ મોડાસા  
અરવલ્લી જિલ્લાના શામળાજી અને ભિલોડા  તાલુકા માં છેલ્લા પાંચ વર્ષના સમય ગાળા દરમિયાન ઘરફોડ ચોરી કરનાર ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી જે આધારે એલસીબી પોલીસે જુદી જુદી ટિમો બનાવી આરોપીઓને પકડી પડવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાનમાં બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના રહેવાસી દશરથભાઈ ભેરાજી ડામોર અને તેનો સાગરીત  પપ્પુભાઈ કાવભાઈ ડામોર બંને ચોરીનો માલ લઇ ભિલોડા બજારમાં વેચવા આવવાના છે .જેથી  ભિલોડા નજીકના ધોલવાણી પાસે નાકા બંધી કરી હતી દરમિયાનમાં મોટર સાઇકલ નંબર આરજે ૧૨ એસ એચ ૫૪૬૯ લઈ આવતા દશરથ અને સાગરીત પપ્પુ બંનેને ઝડપી પાડયા હતા.આ બંને આરોપીઓ ૩૪ ગુનામાં વોન્ટેડ હતા અને અટકાયત બાદ ૧૫ ચોરીના ગુનાની કબૂલાત કરતા કુલ ૪૯ ગુનાનો ભેદ ઉકેલાયો હતો .ત્યાર બાદ ઝડપાયેલા આ બંને આરોપીઓ અંગે પોકેટ કોપ ઇ ગુજકોપમાં નામ સર્ચ કરતાં તેઓ વિરુદ્ધ અગાઉ ૨૪ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરતાં આરોપીઓએ અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના કુલ ૪૯ ઘરફોડ ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ આરોપીઓ પાસેથી ૩ કિલો ચાંદી સહિત ૧.૩૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
આઇજી સાહેબની સૂચના મુજબ જિલ્લામાં ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જેમાં અમને ઉદેપુરના બે શકશોને નાકાબંધી કરી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠાની સોસાયટીઓમાં રેકી કરી બંધ મકાનની માહિતી મેળવતા હતા અને પછી આરોપીઓ રાત્રી દરમિયાન આવી ઘરફોડ ચોરી કરી પલાયન થઇ જતા હતા.અગાઉ ઝડપાયેલ ક્લાસવા ગેંગના આરોપીઓ કે ૬૦ થી વધુ ગુનામાં સંડોવાયેલ હતા તેમની સાથે પણ આ આરોપીઓ જોડાયેલા છે ત્યારે હાલ અરવલ્લી પોલીસને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.