02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ગઢમાં શ્રમિક પરિવારની ત્રણ દિકરીઓનું એક સાથે અપહરણ થતાં ચકચાર

ગઢમાં શ્રમિક પરિવારની ત્રણ દિકરીઓનું એક સાથે અપહરણ થતાં ચકચાર   11/09/2019

પાલનપુર : પાલનપુર તાલુકાના ગઢ ખાતે ભાગીયા તરીકે કામ કરતાં શ્રમિક પરિવારની ત્રણ દિકરીઓનું એક સાથે અપહરણ થતાં ચકચાર મચી ગઇ છે. આ ચકચારી ઘટનાની વિગતો કઈક એવી છે કે ગઢ ખાતે ખેતમજૂરી કરતા મૂળ કાંકરેજ તાલુકાના કુવારવા ગામના અનુપજી દેવસીજી ઠાકોર હાલ ગઢ ખાતે મનીષભાઈ ભુટકાના ખેતરમાં ભાગીયા તરીકે ખેતી કરે છે. આ શ્રમિક પરિવાર છ દીકરા તેમજ છ દીકરીઓ ધરાવે છે. જોકે  અનુપજી ઠાકોર અને તેમનાં પત્ની ગત શુક્રવારે બપોરના એક વાગે ખેતરમાં હતાં. ત્યારે તેમની દીકરી ૧૯ વર્ષની બે દીકરીઓ સાથે ૧૫ વર્ષ ત્રણ માસની ત્રીજી  દીકરી પાડોશીના વાડામાં કપડાં ધોવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. કપડાં ધોવા ગયેલી ત્રણેય દીકરીઓ મોડે સુધી ઘરે પરત ના આવતા આ દંપતીએ મોટી દીકરીના મોબાઈલ ઉપર ફોન કર્યો હતો પરંતુ ફોન પણ સ્વીચ ઓફ આવતાં આ પરિવારે શોધખોળ આદરી હતી.જોકે આ ત્રણેય દીકરીઓની કોઈ ભાળના મળતા ત્રણેય દીકરીઓના પિતા અનુપજી દેવસીજી ઠાકોરે સોમવારે મોડી સાંજે ગઢ પોલીસ મથકે દોડી જઇ તેમની ત્રણેય દિકરીઓનું  અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હોવાની શંકા સાથે  ફરિયાદ નોંધાવતા અંગે ગઢના ઈન્ચાર્જ પીએસઆઈ પી.સી.દેસાઈએ આ દીકરીઓની ભાળ મેળવવા તપાસની તજવીજ શરૂ કરી છે.

Tags :