સુરતના વેડ રોડ પર મધુરમ પ્લાઝામાં ભીષણ આગ

સુરતના વેડ રોડ પર આવેલ મધુરમ પ્લાઝામાં આજે લગભગ દોઢ વાગ્યાના આસપાસ ઉપરના માળે એકાએક આગ ફાટી નીકળી હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડીક જ વારમાં આ આગના ધુમાડાના ગોટેગોટા છેક સુરત બસ સ્ટેન્ડ સુધી દેખાય એમ પ્રસરી ગયા હતા.
 
સ્થળ પર રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે લગભગ સમગ્ર શોરૂમમાં આગ પ્રસરી ગઈ હતી અને ખૂબ જ કીમતી ટીવી ફ્રિજ વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયા હતા. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. બીજી બાજુ સ્થળ પર ચર્ચાતી વિગતો મુજબ આ શોરૂમમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી નો અભાવ હોવાનું પણ બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતા આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે મધુરમ પ્લાઝા એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો એક મોટો શો રૂમ છે. જેની બાજુમાં વાસ્તુ કલા નામનું એક મોટું એપાર્ટમેન્ટ છે. ત્યારે આગ લાગતાની સાથે જ આગના કારણે ધુમાડો રહીશોના ઘરમાં ઘૂસી ગયો હતો, જેને કારણે દૂરથી એવું દૃશ્ય દેખાતું હતું કે આગ કદાચ વાસ્તુકલા માં લાગી હશે પણ આગ બાજુના મધુરમ પ્લાઝા માં લાગી હતી. જેમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. આગ લાગવાના વીડિયો સોશિયલ મીડિયામાં જોરજોરથી પ્રસરી ગયા હતા. ફાયર ફાઈટર એ આગ ઓલવવા ના પ્રયાસ કર્યા હતા પરંતુ એટલી ઝડપથી આગ કાબુમાં આવી ન હતી.  આશરે બેથી ત્રણ કલાક જેટલા સમય બાદ આગને કાબૂમાં લઈ શકાઇ હોવાનું જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.