ડેન્ગ્યૂના બોગસ રિપોર્ટની ઘટનાથી હચમચી ગયેલા સ્વાસ્થ્ય વિભાગનો રાજ્યભરમાં તપાસનો આદેશ

વડોદરા શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રને હચમચાવી મૂકે તેવી ઓડિયો ક્લિપ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં વડોદરા નજીક વડુ ગામમાં આવેલી સ્વરા પેથોલોજી લેબના સંચાલક સચિન જોષી અને તબીબ વચ્ચે સાંઠગાંઠ બહાર આવી છે. ઓડિયો ક્લિપમાં સ્વરા પેથોલોજી લેબનો સંચાલક સચિન જોષી ટાઇફોઇડ, મેલેરિયા, સહિતના કોઇ પણ બિમારીના ખોટા રિપોર્ટ બનાવી આપવાની વાત કરે છે અને દરેક રિપોર્ટ પેટે તબીબને 40 ટકા રકમ આપવાની ઓફર કરવામાં આવે છે. અને તબીબ પણ તેના માટે તૈયાર થઇ જાય છે.
 
વડોદરાની એક ઑડિયો ક્લિપએ રાજ્યના સ્વાસ્થ્ય જગતમાં હાહાકાર મચાવ્યો છે. વડોદરાની સ્વરા પૅથૉલૉજી લૅબ દ્વારા લૅબ દ્વારા ડૉકટરને કહે તેવો ડેન્ગ્યૂનો બોગસ રિપોર્ટ તૈયાર કરી આપવાની ઑફર બાદ રાજ્યનો સ્વાસ્થય વિભાગ હચમચી ગયો છે. રાજ્ય સરકારે આ મામલે સમગ્ર રાજયમાં તપાસના આદેશ આપ્યા છે અને જે લૅબ આવા ગોરખ ધંધામાં ઝડપાય તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર આ મામલે ગંભીર છે અને કસૂરવારો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે આપેલી સૂચના અંતર્ગત વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી અને સ્વરા લૅબને સીલ માર્યુ છે. લૅબ પર કાર્યવાહી એ કથિત ઑડિયો ક્લિપના આધારે કરવામાં આવી છે જેમાં દર્દીઓ પાસેથી ખોટી રીતે નાણા પડાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવી છે. આ માટે લૅબકર્મી ડૉક્ટરને ઑફર આપે છે. લૅબકર્મી તબીબને કહે છે કે દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે તેવો બની જશે. દર્દીનો ખોટો રિપોર્ટ આપવા બદલ લૅબકર્મી તબીબને 40% રકમ આપવાની ઑપર કરે છે. જ્યારે 60% રકમ ડૉક્ટરે લૅબને આપવાની રહેશે.સરકારે રાજ્યના તમામ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓની તેમના જિલ્લામાં આ પ્રકારનો ગોરખ ધંધો ચાલતો હોય તો તેની તપાસ કરવાની સૂચના આપી છે. સરકારની સૂચના મુજબ જો કોઈ લૅબ ઝડપાશે તો તેનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.