લડાખમાં ભારત અને ચીનના સૈનિકો બાખડી પડ્યા

પાકિસ્તાનની સાથે તણાવની વચ્ચે બુધવારના રોજ ભારત અને ચીનના સૈનિક પણ લદ્દાખમાં બાખડી પડ્યા. સૂત્રોના મતે ભારત અને ચીન સૈનિકોની વચ્ચે ઘણા સમય સુધી ધક્કા-મુક્કી થતી રહી. આ ઘટના ૧૩૪ કિલોમીટર લાંબી પેંગોંગ તળાવની ઉત્તર કિનારે થઇ, તેના એક તૃત્યાંશ ભાગ પર ચીનનું નિયંત્રણ છે. એક સૂત્રે કહ્યું કે ભારતીય સૈનિક પેટ્રોલિંગ પર હતા અને આ દરમ્યાન તેઓ આમને-સામને ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકોની સાથે થઇ ગયા. ચીની સૈનિકોએ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હાજરીનો વિરોધ કર્યો ત્યારબાદ બંને બાજુ સૈનિકોમાં ધક્કા-મુક્કી થવા લાગી. બંને પક્ષોએ પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી, મોડી સાંજ સુધી આ સંદ્યર્ષ ચાલુ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે સેનાએ એટલું જ કહ્યું કે તણાવને ઓછો કરવા માટે દ્વિપક્ષીય વ્યવસ્થા બંને પક્ષના બ્રિગેડિયર સ્તરના અધિકારીઓની વચ્ચે વાતચીત માટે સહમત છે. એક અધિકારીએ કહ્યું કે લાઇન ઓફ એકઝુઅલ કંટ્રોલની સ્થિતિને લઇ બંને પક્ષોની વચ્ચે ભિન્ન માન્યતાઓના લીધે આ પ્રકારની ઘટનાઓ મોટાભાગે થાય છે. તેની બોર્ડર પર્સનલ મીટિંગ કે ફલેગ મીટિંગ વગેરેથી સમાધાન કરી લેવાય છે. પેંગોંગ તળાવના ઉત્તર કિનારા પર વિવાદાસ્પદ ફિંગર ૫ થી ફિંગર ૮ વિસ્તારમાં ૧૫મી ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પણ બંને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં પથ્થર અને લોખંડના રોડ્સનો પણ એકબીજા સામે ઉપયોગ કરાયો હતો. આ વર્ષે સિક્કિમ-ભૂતાન-તિબેટ સરહદ પર ડોકલામમાં બંને સૈનિકોની વચ્ચે દ્યણા દિવસ સુધી તણાવ રહ્યો. ૭૩ દિવસ સુધી એકબીજાની સામે ડટાયેલા રહ્યા બાદ સૈનિકો હટયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.