મોટી ઈસરોલ રામદેવ સેવા સમિતિ દ્વારા પોસાલીયામાં આયોજિત ગુજરાતી વિસામાનું મહાઆરતી સાથે સમાપન

અરવલ્લી : અરવલ્લી રામદેવ યાત્રિ સેવા સમિતિ, મોટીઈસરોલ દ્વારા  સતત ત્રીજા વર્ષે પોસાલીયા રામદેવ સેવા સમિતિના સહયોગથી પોસાલીયામાં ૧૨. ૮.૧૯ થી ૧૧.૯.૧૯ સુધી આયોજિત ભંડારાનું મહાઆરતી સાથે સમાપન થયું હતું.૩૦ દિવસીય આ વિસામામાં ૮૦ હજારથી વધુ યાત્રિકોએ ભોજન પ્રસાદ, નિવાસ  સહિતની સુવિધાનો લાભ લીધો હતો.
    રણુજા જતા પદયાત્રી સહિત તમામ યાત્રિકો માટે ચા-નાસ્તો,ભોજન,રાત્રી રોકાણ, મેડિકલ સેવા સહિતનો વિસામો -ભંડારો  પોસાલીયામાં(સિરોહી નજીક પાલી રોડ,રાજસ્થાન) આ ભંડારાનું સિરોહી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલ  પરસુ રામપુરીયાની  અધ્યક્ષતામાં અને સિરોહી    પોસાલીયા સરપંચ રાજેન્દ્રકુમાર માલી, અતિથી વિશેષ પદે ભંડારા સમાપન સમારોહ સંપન્ન થયો હતો..રામદેવજી ભગવાનની અસીમ કૃપાથી પૂ.હીરાદાદાના આશીર્વાદ પ્રેરણાથી  કુલ ૧૯ વર્ષથી ચાલતા વિસામા પૈકી ચાર વર્ષથી પોસાલીયા ગ્રામજનોના ઉમદા સહયોગ-સેવાભાવથીને પોસાલીયામાં હાઇવે ઉપર ચલાવવામાં આવે છે.
     ભંડારા સમાપન સમારોહનું સંચાલન  પોસાલીયા નિવૃત્ત  આચાર્ય શ્રીમાન હમીરસિંહ રાવે કર્યું હતું અને સહયોગીઓની સેવાઓને બિરદાવી ફુલહાર અને સાફાઓ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, માતાઓ, બહેનો સૌ ગ્રામજનોની ઉપસ્થિતમાં મહાઆરતીનો લાભ લઈ મહાપ્રસાદ સાથે ભંડારાનું સમાપન  કરવામાં આવ્યું હતું.
 સમાપન અવસરે સરપંચ રાજેન્દ્ર કુમાર માલી,ઉપરાંત  નિઃશુલ્ક સેવાઓ આપનારાઓમાં જમીન સેવા દાતા મોતીલાલજી, મિનરલ વોટર સેવા આપનાર નિવૃત્ત સનંદી અધિકારી દેવારામજી, શાકભાજી સેવાદાતા ઉમેદજી વિસાજી,લાઈટ-પંખા-એરકુલર સેવાદાતા લલિતકુમાર માલી, વિડીયો સેવા પ્રવીણભાઈ, ટેન્કર સેવાધારી શેલસિંહજી રાઠોડ, ફોટોગ્રાફી સેવા ભરત માલી, અને સાફો તેમજ ફુલહારથી વિશેષ સન્માન કરાયું હતું. આ સેવામાં સતત રાતદિવસ ખડેપગે સેવામાં કાર્યરત રહેલા બિટુભાઈ શાહ, પોસાલીયાના નિવૃત્ત આચાર્ય, વરિષ્ઠ  પત્રકાર હમીરસિંહજી રાવ, કાલુરામ મહારાજ, કિશોરસિંહ દેવડા, જિલ્લા મંત્રી નરપતસિંહ દાનસિંહ દેવડા,શેતાનસિંહ દેવડા, લાડુરામજી માલી, પોખરાજજી માલી, પેમારામ, ભુરજી, રસોયા મહારાજ સોહનજી, રાજુભાઇ લાદુરામ માલી, ઇન્દ્રસિંહ હમીરસિંહ રાવ,ગણેશજી મીના, ભરતભાઇ મીના, રામજીભાઈ મીના, સુમિત, જેઠારામ માલી, સુરેશ માલી, ભાગીરથ વિશ્ર્‌નોઈ, વિક્રમભાઈ મીના, ભોપારામજી મીના, લક્ષ્મણ મીના,,નરેશ સતારામજી મીના,ગણેશ સખારામજી મીના, બળવંત, જિતેન્દ્ર મીના, મનોહર મીના, નરેન્દ્ર મીના,અમૃત મીના, અરવિંદ ગરક, પ્રતાપ ગણેશજી મીના,છોગો બા મીના,ગામના અગ્રણી સસારામજી ગર્ગ, શિવરાજની વોટર સપ્લાય ટિમ સહિત અન્ય સહયોગી યુવાન સેવાધારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રમોસથી નિવૃત્ત સનંદી અધિકારી જ્યંતિભાઈ પટેલ, પ્રેમજીભાઈ, પીનાકીનભાઈ, બાયલથી ભૂલાભાઈ પટેલ વકીલ, મોટી ઇસરોલથી,કાનજીભાઈ ધર્માભાઇ પટેલ,રેલકંપાથી વિનુંભાઈ પટેલ અને રડોદરા થી ડાહ્યાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે બાલોતરા પાસે આસોતરા ખાતે  બ્રહ્માજી મંદિર, બ્રહ્નધામ ટ્રસ્ટના  અને રાજસ્થાન સમાજના મહામંત્રી આદરણીય   બાબુલાલજી પુરોહિત, હિંમતનગર અને યુવા ઉદ્યોગપતિ  ચિંતનભાઈ પુરોહિત, મુંબઈ    સ્થિત દાતા અશોકભાઈ પટેલ મુંબઈ સ્થિત વિનોદભાઈ શેઠ,ભંડારામાં સ્ટીલની ૫૦૦ ડિશો ભેટ કરનાર અમદાવાદ સ્થિત વરથુંના વતની દાતા પ્રભુદાસભાઈ  એલ. પટેલ (વરથું) તેમજ અહીં જરૂરિયાત મુજબના ઘઉં આટાના દાતા મોટી ઇસરોલ,વરથું અને રાજપુર (મહાદેવગ્રામ)ના ગ્રામજનોને પણ  પણ  આ પ્રસંગે ખાસ યાદ કરી તેમના સહયોગ સેવાઓની નોંધ લેવામાં આવી હતી અને આભાર દર્શન ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિસામા સંચાલક પ્રભુદાસ પટેલે  અને બીટુભાઈએ પોસાલીયા ગામના તમામ વડીલો,યુવાનો,બહેનો,બુઝુર્ગો,સર્વે સેવાધારીઓનું  તેમની સરાહનીય સેવાઓ માટે તમામ પ્રત્યે હદયથી આભારની લાગણી વ્યક્ત કરવા સાથે આગામી વર્ષે પણ ૨૦ મા ભંડારા માટે આવા જ  ઉષ્માભર્યા  અપેક્ષા વ્યક્ત કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.