02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સરહદી પંથકમાં મેઘમહેર : વાવમાં અનરાધાર 9, થરાદમાં 7 ઇંચ વરસાદ

સરહદી પંથકમાં મેઘમહેર : વાવમાં અનરાધાર 9, થરાદમાં 7 ઇંચ વરસાદ   29/07/2019

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે રવિવારે સાંજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તેમાં સરહદી વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા દુષ્કાળના એંધાણ દૂર થયા છે. રવિવારે રાત્રે વાવ, થરાદ, દિયોદર ભાભર પંથકમાં મેઘમહેર થતાં ખેડૂતો સહિત આમપ્રજામાં આનંદ પ્રસર્યો છે. સરહદી સુકાભઠ વાવ પંથકમાં અનરાધાર  9, થરાદમાં 7, દિયોદરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાવાની સાથે તળાવો છલકાઈ ઉઠ્યા છે. 
 
ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
 
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 

Tags :