પાલનપુર સિપુ યોજનાના કાર્યપાલક ઈજનેર ૧૫૦૦૦ની લાંચ લેતાં ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બેસતો (ફાગણ)મહિનો એ.સી.બી.ને ફળ્યો હોય અને ભ્રષ્ટાચારીઓ માટે અપશુકનિયાળ પુરવાર થતા પાલનપુર માં એક જ દિવસે બે લાંચિયા કર્મીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં બેસતા મહિને અને સપ્તાહના પ્રારંભે મહેસાણા અને બનાસકાંઠા એસીબીની ટીમે બે લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લીધા હતા. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના એ. એસ. આઇ રાજુ ચાવલા વચેટિયા મારફતે રૂ. ૩૦,૦૦૦ ની લાંચ લેતા મહેસાણા એ.સી.બી.ના છટકામાં ઝડપાઇ ગયા હતા.
જ્યારે બીજી ટ્રેપની વિગતો આપતાં બનાસકાંઠા એસીબી પીઆઇ કે. જે. પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદીએ સીંચાઈ પૂરવઠા પ્રોજેકટમાં કોન્ટ્રાકટર તરીકે કરેલ કામ પેટે રૂપિયા ૩,૬૦,૦૦૦ લેવાના નીકળતા હતા. જોકે, સીંચાઈ પૂરવઠા યોજના કાર્યપાલક ઈજનેર વી. ટી. ચૌહાણ (વસંતકુમાર તળશીભાઈ ચૌહાણ) (વર્ગ – ૨)  આ પેમેન્ટના બે ટકા લેખે માંગણી કરી છેલ્લે રૂપિયા ૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.જે લાંચ ની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઈ એસીબી નો સંપર્ક કરતાં સોમવારે છટકું ગોઠવતાં ફરીયાદી પાસેથી લાંચની માંગણી કરી રૂપિયા ૧૫૦૦૦ સ્વીકારી પકડાઈ ગયો હતો. આ અંગે મદદનીશ નિયામક, બોર્ડર એકમ, ભુજ સુપરવિઝન અઘિકારી  કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.