મહેસાણાની દેદિયાસણ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

મહેસાણા
મહેસાણા

મહેસાણા: શહેરની દેદિયાસણ જીઆઇડીસીમાં બીજી લાઇનમાં 295 બી/પ્લોટમાં કલરનો કાચો માલ બનાવતી મેલસોન રેઝિન કંપનીમાં બુધવારે બપોરે 2.15 વાગે કારીગર કેમિકલ ભેળવતા સમયે આગ ભભૂકી ઊઠી હતી અને કેમિકલના કારણે જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા છવાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભય સાથે અફડાતફડી મચી ગઇ હતી. આગની જાણ થતાં પાલિકા અને ઓએનજીના 4 ફાયર ફાયટરે દોડી આવી સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવતાં સાંજના 5.15 વાગે આગ કાબુમાં આવી હતી.
આગ ઓલવવામાં અંદાજે 1.80 લાખ લિટર પાણીનો ઉપયોગ થયો હતો.ઉલ્લેખનીય છે કે, તમામ કારીગરો કંપની બહાર દોડી જતાં જાનહાની ટળી હતી. એક કારીગર હાથના ભાગે ઝાળ લાગતાં દાઝ્યો હતો. બાજુમાં આવેલી ગાદલાંની ફેક્ટરીમાંથી તાબડતોબ સામાન ખસેડી લેવાયો હતો. મહેસાણા તાલુકા પીઆઇ ત્રિવેદીએ કહ્યું કે, કંપનીના કનુભાઇ પટેલે બે કેમિકલ ભેગા થતાં આકસ્મિક આગ લાગી હોવા અંગે જાણવા જોગ નોંધાવી છે, એફએસએલ દ્વારા ચકાસણી કરાશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.