02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં પાણીનો વિકરાળ પ્રશ્ન

ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં પાણીનો વિકરાળ પ્રશ્ન   18/07/2019

ચાણસ્મા : સતત બે વર્ષથી કારમા દુષ્કાળનો સામનો કરી રહેલા ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં લોકો અને પશુઓને પીવાના પાણીનો પ્રશ્ન અત્યંત ગંભીર બની ચુક્યો છે. ગામતળાવો અને નદીઓમાં પાણી ન હોવાના કારણે ખાલીખમ ભાસે છે. અષાઢ અડધો થઈ ગયો હોવા છતાં કયાંક વરસાદનું ચિન્હ દેખાતું નથી. પશુધનને બચાવવા ઘાસ ચારાની અછતને કારણે હવે લીમડાના પાન અને ખીજડાના પાલાના આધારે પશુધન મરવાના વાંકે જીવી રહ્યું છે. સરકાર દ્વારા બંને તાલુકાઓમાં ઘાસડેપો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ અન્ય રાજયોમાં આવેલું ઘાસ પશુઓ ખાવાલયાક ન હોવાના કારણે લોકો ઘાસનો જથ્થો ઉપાડતા ન હોઈ આ ઘાસ ડેપો બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. જા એકાદ સપ્તાહમાં વરસાદ ન આવે તો તાલુકાના અમુક વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ કઠોળ અને બાજરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ આ પંથકના ખેડૂતને સતાવી રહી છે. જ્યારે બીજીબાજુ ખેતી માટે માત્ર આઠ કલાક જ વિજ પુરવઠો આપવામાં આવ તો હોઈ આ બંને તાલુકામાં બીટી કપાસના પિયત પાછળ ખેડૂતોને આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.
ગત વર્ષ ઓછા વરસાદના કારણે ચાણસ્મા તાલુકામાં સંપૂર્ણ અછત અને બહુચરાજી તાલુકામાં અર્ધ અછતની પરિÂસ્થતિ ઉભી થઈ હતી. કુદરતી સમસ્યાનો સામનો કરી આ વિસ્તારના ખેડૂતોને હજુ કળ વધી નથી ત્યાં ચાલુ વર્ષે પણ મેઘરાજા અન વિસ્તાર ઉપર મહેરબાન થયા નથી. ચાલુ સિઝનનો  આ બંને તાલુકામાં આશરે ૭ થી ૧૦ ઈંચ જેટલો ત્રુટક ત્રુટક વરસાદ થયો છે. પરંતુ આજે આ બંને તાલુકાના અડધા ગામો એવા છે કે જયાં નહીવત વરસાદને કારણે કઠોળ અને બાજરીના પાકનું વાવેતર થઈ શકયું નથી. અને જ્યાં વાવેતર થયું છે ત્યાં ફરીથી વરસાદ ન આવતાં પાક સુકાઈ રહ્યો છે. જેમાં પાતાળકુવાઓની સગવડ છે તેવા વિસ્તારમાં મોટા ભાગે બીટી કપાસનું વાવેતર થયું છે. જે ને બચાવવા આજદિન સુધી છ થી સાત જેટલા પિયત આપવા પડ્યા છે. પરિણામે પાતાળકૂવાના તોતિંગ ચાર્જને કારણે ખેડૂતને આર્થિક દ્રષ્ટીએ વેઠવાનો વારો આવ્યો છે. આવા કપરા સંજાગોમાં ઉત્તર ગુજરાત વિજકંપની દ્વારા ખેતી માટે માંડ આઠ કલાક વિજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જે પૂરતો નથી. તેવા સંજાગોમાં વાવેતર બચાવવા દૈનિક સરેરાશ ૧ર થી ૧૪ કલાક વિજપુરવઠો પુરો પાડવા સરકારે ગંભીરતાથી વિચારવની જરૂર છે.
આ વિસ્તારમાંથી ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદી પસાર થાય છે. છેલ્લા બે વર્ષથી વરસાદ ન થતાં નદીઓ સૂકી-ભઠભાસી રહી છે. પાણી ન હોવાના કારણે નદીકાંઠા ઉપરના ખેડૂતોની પિયતની સેવા સદંતર બંધ થઈ ગઈ છે. બંને તાલુકાઓમાં મોટા ભાગના ગ્રામ્ય તળાવો ખાલી છે. જ્યાં નર્મદા આધારિત પાણીથી તળાવો ભરી શકાય તેવી વ્યવસ્થા હોવા છતાં હજુ સુધી તળાવ ભરવાની કામગીરી અધ્ધરતાલ છે.જેના પરિણામે પશુઓને પીવાના પાણીનો પ્રશ્ન ફેણ માંડી ને ઉભો છે.
ગત વર્ષ દુષ્કાળની પરિÂસ્થતિને ધ્યાને લઈ પશુઓ માટે બંને તાલુકાઓના આશરે આઠેક જેટલા સેન્ટરોમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા હતા અન્ય રાજયમાંથી હલકી કક્ષાનું ઘાસ હોવાના કારણે પશુઓ પણ આ ઘાસ આરોગતા નથી, જેના કારણે ઘાસ માટે માંગણી ન આપવાના કારણે હાલમાં ઘાસડેપો બંધ કરવામાં આવ્યા છે. ઘાસ રકમની અછતના કારણે આ વિસ્તારમાં બાજરીના ૧૦૦ પુળાનો ભાવ રૂ.ર૦૦૦ અને જુવારના ૧૦૦ પુળાનો ભાવ રૂ.૪૦૦૦ ને આંબી ગયો છે.
પૈસા ખર્ચવા છતાં ઘાસચારો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. આ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થાય તે માટે મનરેગા યોજના નીચે લઘુત્તમ વેતન સાથે શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. પરંતુ ૧પ મી જૂન પછી આ કામો બંધ કરવામાં આવતાં લોકોને રોજગારી મળતી બંધ થઈ ગઈ છે. ત્યારે તાલુકા કક્ષાએથી પ્રત્યેક ગામોએ રોજગારીની તક પુરી પાડવા રાહતકામો શરૂ કરવાની માંગ ઉભી થઈ છે. સતત બે વર્ષથી આ વિસ્તારમાં સુકા દુષ્કાળના કારણે ખેડૂતોની કમર ભાગી ગઈ છે. બોરની કલાકારી, ખેડ, જંતુનાશક દવા પાછળ ખેડૂતોએ કેટલો ખર્ચનું વળતર મળી શકે તેમ નથી. જેથી આ વિસ્તારનો ખેડૂત દેવાના ડુગર તળે દટાયેલો છે. હવે નો એકાદ સપ્તાહમાં વરસાદ ન થાય તો ખેતીનો પાક નિષ્ફળ જતાં પશુધન સાથે લોકોને મદરે વતનને અલવિદા કરવી પડે તેવી દારૂણ પરિÂસ્થતિ ઉભી થાય તેમ છે.

Tags :