છેલ્લા એક વર્ષથી સુઇગામ તાલુકા પંચાયત કચેરી ઇન્ચાર્જ ટીડીઓના હવાલે

 
 
                સુઇગામ તાલુકા પંચાયત કચેરીમાં ડિસે.૨૦૧૭ થી ટી.ડી.ઓ. ઇ.ચાર્જના હવાલે હોઈ વિકાસના કામોમાં ભારે ગેરરીતીઓની બુમરાડ ઉઠવા પામી છે. તેમ છતાં ડી.ડી.ઓ. બ.કાં. ચૂપ બની તમાશો નિહાળી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા સુઇગામ તાલુકા પંચાયતમાં નરેગા, એસ.બી.એમ., પ્રધાનમંત્રી બાંધકામ અને વહીવટના કામોમાં ભારે ગેરરીતીઓની બુમરાડ ઉઠી છે. ગરીબ લોકોના કે સાચા લાભાર્થીઓને ધરમ-ધક્કા ખાવા પડે છે. જ્યારે બાંધકામ અને ટી.ડી.ઓ.નું ચેમ્બર વચેટિયા દલાલોથી ઉભરાઈ રહ્યું છે. સુઇગામ તાલુકા પંચાયતમાં બાંધકામના કામોમાં તકવારીનો રેશિયો ચાલી રહ્યો છે. વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી નથી. ડી.ડી.ઓ. બ.કાં. સુઇગામ તાલુકા પંચાયત કચેરી ખાતે રેગ્યુલર ટી.ડી.ઓ.ની જગ્યા ભરે તે જરૂરી છે. વધુમાં સુઇગામ તાલુકામાં ચાલતા વિકાસના કામોનું ડી.ડી.ઓ. મોનીટરીંગ કરે તો ભારે ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.