મહેસાણા શહેરમાં બુધવારે મોડીરાત્રે લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ તોફાન મચાવતા હડકંપ મચી ગયો છે. યુવતિ બાબતે સુચના આપતા લઘુમતી સમાજના યુવકો ઘવલ બારોટ ઉપર તુટી પડ્યા હતા. આ દરમ્યાન કારના કાચ ફોડી માહોલ તંગદીલીભર્યો બનાવતાં શહેરમાં સામાજીક ગરમાવો વધી ગયો છે. બે સમાજના યુવકો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે માહોલ ઉગ્ર બન્યો છે.
મહેસાણા શહેરના હબટાઉન નજીક હિન્દુ સમાજની બે યુવતિ લઘુમતી અને ઠાકોર સમાજના યુવકો સાથે હતી. જન્મદિવસ ઉજવવાના ભાગરૂપે મોડીરાત્રે જોવા મળતા ત્યાંથી પસાર થયેલા બારોટ સમાજના યુવકોની નજર પડી હતી. આથી બંને યુવતિઓને ઝડપથી ઘેર પહોંચી જવા સુચના આપતા લઘુમતી સમાજના યુવકો ઉશ્કેરાઇ ગયા હતા. જેથી ભાટવાડામાં જઇ કેટલીક કારના કાચ ફોડી હંગામો મચાવ્યો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બારોટ અને લઘુમતી સમાજના યુવકો વચ્ચે ઘર્ષણ થયુ હોવાની જાણી વાતાવરણ વધુ ઉગ્ર બન્યુ હતુ. આ દરમ્યાન લઘુમતી સમાજના કેટલાક યુવકોએ ઘવલ બારોટ નામના યુવક ઉપર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ બારોટ સહિત અન્ય સમાજના યુવકોને થતાં ઉગ્ર લડતની તૈયારી હોવાનું વાતાવરણ બન્યુ છે. મહેસાણા પોલીસે ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક અસરથી કસુરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરી કોમી એખલાસનું વાતાવરણ જાળવી રાખવા મથામણ આદરી છે.
પોલીસના સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતિ અને લઘુમતી સમાજના યુવક વચ્ચે મિત્રતાનો સંબંઘ હોઇ પરિવારજનો નારાજ છે. આ દરમ્યાન અચાનક બુધવારે રાત્રે યુવતિ અને લઘુમતી સમાજનો યુવક તેઓના મિત્રો સાથે બેઠા હતા. જેની જાણ યુવતિના પરિવાર અને સંબંધીઓને થતાં તાત્કાલિક ઘેર જવા કહ્યું હતુ. જેથી ગુસ્સામાં આવીને યુવતિ બદલે લઘુમતી યુવક અને તેના મિત્રોએ તોફાન મચાવ્યુ હતુ.