આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લામાં પ્રવેશતા/ બહાર નિકળવાના માર્ગો તથા જિલ્લાના મહત્વના સ્થળોએ કુલ-૧૦ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં (૧) સાંતલપુર વિસ્તારમાં પીપરાળા હાઇવે રોડ- સીધાડા અને ઝઝામ ચેક પોસ્ટ- (ર) સિધ્ધપુર વિસ્તારમાં ધોરેવાડા અને બ્રાહ્મણવાડા મેઇન હાઇવે ચેક પોસ્ટ (૩) રાધનપુર વિસ્તારમાં ભાભર ત્રણ રસ્તા હાઇવે (૪) ચાણસ્મા વિસ્તારમાં બહુચરાજી ત્રણ રસ્તા (૫) શંખેશ્વર વિસ્તારમાં મેઇન હાઇવે (૬) પાટણ શહેર વિસ્તારમાં શિહોરી ત્રણ રસ્તા (૭) વારાહી વિસ્તારમાં લોદરા ત્રણ રસ્તા ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે.
દરેક ચેક પોસ્ટ ઉપર ઓટોમેટીક હથિયાર સાથે પોલીસ કર્મચારી ફાળવેલ છે. પોલીસ તથા હોમગાર્ડના કર્મચારીઓ દ્વારા સઘન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવે છે.