પાંચમાં તબક્કામાં સરેરાશ ૬૨ ટકા, બંગાળમાં બમ્પર મતદાન

નવી દિલ્હી લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પાંચમાં તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મધ્યમથી ભારે મતદાન થયું હતું. અગાઉના તબક્કાની જેમ જ બંગાળમાં આ વખતે પણ બમ્પર મતદાન થયું હતું. જ્યારે બાકીના રાજ્યોમાં ૫૫ ટકાથી લઈને ૬૪ ટકા સુધી મતદાન નોંધાયું હતું. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોત પોતાની રીતે જીતના દાવા કર્યા હતા. આજના મતદાનની સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના ચેરમેન સોનિયા ગાંધી, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને શત્રુÎન સિંહાના પત્ની પુનમ સિંહા, કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ સહિત તમામ ૬૭૪ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. આજે સરેરાશ ૬૦ ટકાથી ઉપર મતદાન થયું હતું. અગાઉ સવારે ભારે ઉત્સાહ વચ્ચે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ  પર મતદાનની શરૂઆત થઇ હતી. પાંચમાં તબક્કામાં મતદાનની સાથે જ ભારતીય જનતા પાર્ટીના ૪૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. પાંચમાં તબક્કામાં કુલ ૯૬૦૮૮ પોલિંગ બુથ પર મતદાન શરૂ થયા બાદ કેટલીક જગ્યાએ શરૂઆતમાં જ મતદાનની ગતિ સારી રહી હતી. લખનૌમાંથી કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, જયપુર ગ્રામીણમાંથી રાજ્યવર્ધન સિંહ રાઠોર, અમેઠીમાંથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  પાંચમા તબક્કામાં યોજાનાન મતદાન વેળા કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારી પહેલથી  કરી લેવામાં આવી હતી.  પ્રથમ ચાર તબક્કામાં ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આજે  પાંચમા તબક્કામાં  વધુ ૫૧ સીટ મતદાન શરૂ થયુ હતુ. પાંચમાં તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૪૨૫ સીટ પર મતદાનન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હવે બાકીના બે તબક્કામાં ૧૧૮ સીટ પર મતદાનની પ્રક્રિયા બાકી રહેશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.