પ્રોસેસીંગ બટાકાના ઊંચા ભાવ મળતાં અરવલ્લી અને સા.કાં.માં બિયારણના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો

 
સાબરકાંઠા : અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રોસેસીંગ બટાકાના ઊંચા ભાવો મળતાં બટાકાના બિયારણના ભાવોમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીનુ વિપુલ પ્રમાણમાં વાવેતર થયુ હતુ અને પાણીના સ્ત્રોત ઊંચા આવતા રોકડીયા પાક તરીકે ગણાતા બટાકાની ખેતીમાં વધારો થવાની શકયતા જણાઇ રહી છે. ગત વર્ષે અરવલ્લી જિલ્લામાં ૨૨૫૦૦ અને સાબરકાંઠા જિલ્લામાં ૧૦૫૦૦ હેકટર જમીનમાં બટાકાની વાવણી થઇ હતી. ધનસુરા, મોડાસા અને બાયડ તાલુકામાં ચાલુ વર્ષે પાછોતરા વરસાદના કારણે બટાકાની વાવણી મોડી થઇ છે. જિલ્લામાં ૫૫૦૦૦ હજાર હેકટર જમીનમાં જમીનમાં મગફળીના પાકની વાવણી થઇ હતી. ચોમાસા દરમિયાન વરસાદ સારી માત્રામાં પડતા પાણીના સ્ત્રોત ઊંચા આવતા બટાકાની ખેતી વધવાની શકયતા હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં ૮૦ ટકા ઉપરાંત જમીનમાં એલ.આર. બટાકાની ખેતી થાય છે.
જિલ્લાના ખેડૂતો મોટે ભાગે નવરાત્રી બાદ બટાકાની વાવણી કરતા હોય છે. સતત પાછોતરો વરસાદ અને કમોસમી માવઠુ થવાના કારણે અને સતત વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો બટાકાની વાવણીમાં ૨૦ થી ૨૫ દિવસ મોડા પડ્‌યા છે.
આ અંગે કિસાનસંઘના પૂર્વ પ્રમુખ જગદીશભાઇ દેવજીભાઇ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે પાણીની સમસ્યા નથીજ રવિ સિઝન માટે જિલ્લામાં પાણી પુરતુ વાવેતર મોડુ થવાના કારણે કપાસ વાવતા ખેડૂતો બટાકાની વાવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી પ્રોસેસીંગ બટાકાના ઊંચા ભાવ મળતાં ઘઉંના વાવેતરના બદલે ખેડૂતો બટાકાની ખેતી ઉપર પસંદગી ઉતારતા બિયારણની માંગ ઊંચકાઇ છે. તેથી ગત વર્ષની સરખામણીએ બિયારણના ભાવોમાં વધારો જોવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.